________________ જૈન શાસનના વિચારણીય પ્રશ્નો થી 3) આમંત્રણ પત્રિકાઓ, સ્તવન આદિના પુસ્તકો, વગર વિચાર્યું ચાલતા ચોપાનીયા (મેગેઝીનો) પર લગામ જરૂરી છે, (A) ધાર્મિક પત્રિકાઓઃ હમણાં જૈન સંઘ માં એક ફેશન ચાલે છે.... એક 108 ની પત્રિકા છપાવે તો બીજો 500 ની છપાવે....ભલે ને ઉપયોગ હોય કે ન હોય..દર વર્ષે જૈન સંઘ ના કરોડો રૂપિયા પરઠવવા માં જાય છે...વર્તમાનમાં દુનિયા પણ સાદગી તરફ વળી રહી છે. બધું જ દેખાદેખીથી ચાલે છે...કહેવાતી શાસન પ્રભાવના ના ભ્રમમાંથી બહાર આવી આ બધી પત્રિકાઓ પર થોડી લગામ લગાવવાની જરૂરત છે. આ માટે આપણે અમુક મુદ્દાઓ પર વિચાર કરીએ...(૧) * આમંત્રણ પત્રિકા 20 રૂ. સુધીની જ છપાવવી * સસ્તા 4-5 બેનરો છપાવી અથવા બ્લેક બોર્ડ પર લખી લગાવાય.... * પોસ્ટકાર્ડ-કાગળ-ઝેરોક્ષ આદિના માધ્યમે પણ સમાચાર મોકલી શકાય.. * છાપેલા એડ્રેસો દ્વારા મોક્લાવાતી પત્રિકાઓ બંધ થાય... જાતે સ્વહસ્તે જ એડ્રેસ લખાય (B) પંચાગ-અનાવશ્યક પંચાગોને પણ તિલાંજલિ આપવી જોઈએ. 1 પંચાગના ટોકન ચાર્જ રૂ.૧૦ રાખવાનો...જેથી જરૂરત હોય તેટલા જ પંચાગો મોકલાવી શકાય અને દેરાસર ની પેઢીમાં ઢગલા ન થાય.વળી પંચાગ સાવ સાદા છપાવવા જેવા છે. હમણાં કેલેન્ડર જેવા મલ્ટીકલર પેઈટીંગવાળા છપાય છે તે પણ ખોટું છે. સમુદાય લેવલે 1 જ પંચાગ છપાવાય...તે પણ જરૂરત પૂરતા. (C) સ્તવનના પુસ્તકો.. ઈશ્વરીય દાસતા નો સદાય અસ્વીકાર કરતો જૈન સંઘ હમણાં હમણાં પ્રભુ ભક્તિના માર્ગે ખુબ જ આગળ વધ્યો છે...ભક્તિમાં સ્તવનો-સ્તુતિઓ નું મોટો ફાળો છે. આ માટે દર પ્રસગે-પ્રસંગે પુસ્તકો છપાવાતા હોય છે....જેના કારણે જિનાલય-ઉપાશ્રયના પરિસરમાં આવી અગણિત ચોપડીઓ ના થપ્પા થવા માંડ્યા છે. આવા પુસ્તકો-પુસ્તિકાઓ પર લગામ આવશ્યક છે...જરૂરી મુદ્દાઓ નીચે.. * જરૂરત હોય તેટલા જ પુસ્તકો છપાવવા અથવા ઝેરોક્ષ કરાવવી. * શ્રાવકો જાતે સ્તવન-સ્તુતિની ડાયરીઓ બનાવે તે આવશ્યક છે...