Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈન સત્ય પ્રકાશ કાર્તિક નાના કે મોટા પ્રયત્નોને ઉત્તેજન આપીને કે એવાં પુસ્તકો અનેક ભાષાઓમાં લેકેને ઓછામાં ઓછા મૂલ્ય મળી શકે એવી વ્યવસ્થા કરીને ધનવાને પોતાની લક્ષ્મીને સાર્થક કરવાની સાથે એ પ્રભુની ઉપાસનામાં પિતાનું અર્થ આપી શકે ! ફરીને એક વખત આપણું બંધાય વિદ્વાનોનું આ અતિ મહત્ત્વના કાર્ય તરફ ધ્યાન દેરીને અમે આશા રાખીએ છીએ કે આપણે બધાય જરૂર એ દિશામાં આપણા પ્રયત્નના પ્રવાહને પ્રવાહિત કરીશું. અસ્તુ ! પ્રસ્તુત વિશેષાંક બાબત પ્રસ્તુત વિશેષાંકની યોજના પણ મહાવીરચરિત્રની અત્યારની ખામી અને વધતી જતી અગત્યના કારણે જ કરવામાં આવી છે. સંભવ છે આ એકાદ વિશેષાંક જઈને કેઈક વિદ્વાન ને “મહાવીર – ચરિત્ર” તૈયાર કરવાની પ્રેરણા જાગે! આ વિશેષાંકમાં ભગવાન મહાવીર સ્વામી સંબંધી, જુદા જુદા વિદ્વાનોના અનેક લેખો આપવા છતાં, અમારી ઈચ્છા પ્રમાણેનું સાહિત્ય કદાચ અમે નહિ આપી શક્યા હાઈએ – નથી આપી શક્યા એ વાત સાચી છે. આમ છતાંય અર્મ, જરાય નિરાશ નહિ થતાં, જરૂર આશા રાખીએ છીએ કે આજે આટલા વિદ્વાનોને સહકાર મેળવનારું “શ્રી જૈન સત્ય પ્રકાશ” એક વખત બધાય પૂજ્ય મુનિરાજ અને વિદ્વાનોને સહકાર મેળવી શકશે ! આ પ્રસંગે એક વાત અમારે સ્પષ્ટ કરવી જોઈએ! અમે પહેલાં કહી ગયા તેમ એક એતિહાસિક મહાપુરુષના જીવન માટે વિદ્વાનોમાં કઈક વિષય પરત્વે પ્રામાણિક મતભેદ હોય એ બનવા જેવું છે. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના જીવનની કઈ કઈ ઘટના માટે પણ આવા પ્રામાણિક મતભેદને અવકાશ હોઈ શકે ! આ અંકમાંના કેઈ કાઈ લેખમાં પણ કદાચ એવો મતભેદ દષ્ટિગોચર થશે! પણ એને, કેવળ એ “મતભેદ” હોવાના કારણે જ, સ્વીકાર કે તિરસ્કાર ન થવો જોઈએ; તેમજ આ માસિકમાં એ છપાએલ છે એટલે અમારે એ સ્વીકાર્ય જ છે એમ પણ કોઈએ ન માની લેવું ઘટે ! અમે જાહેર કરેલી યેજના પ્રમાણે આ વિશેષાંક કાર્તિક શુકલા પંચમીના દિવસે અમારે પ્રકટ કરવો જોઈતો હતો. પરંતુ જુદા જુદા વિદ્વાનોને લેખ માટે વિજ્ઞાપ્તપત્ર મોકલી તેમની પાસેથી લેખ મેળવવામાં થયેલ વિલંબ તેમજ અંકનું કદ ધાર્યા કરતાં લગભગ દોઢ – બેગણું થઈ જવાથી તે કાર્યને પહોંચી વળવાનું કાર્ય આ બધાં કારણને લઈને એક મહિનાના વિલંબ પછી કારતક અને માગસરના ભેગા અંક તરીકે આ વિશેષાંક પ્રકટ કરવાનું અમારા માટે અનિવાર્ય થઈ પડયું હતું. આશા છે કે અમારા વાચકો અમારી આ મુશ્કેલીઓનો વિચાર કરી આ વિલંબને જતો કરશે ! આ વિશેષાંક તૈયાર કરવામાં જે જે વિદ્વાનોએ પોતાના લેખે મોકવવાની ઉદારતા. બતાવીને અમારા આ કાર્યમાં અમને સહકાર આપે છે તેમના અમે અત્યંત આભારી છીએ. અમે આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં પણ તેઓ આવો જ સહકાર આપતા રહેશે ! છેવટે – આ વિશેષાંક જોઈને આપણામાં “મહાવીર – ચરિત્ર” તૈયાર કરવાની ભાવના જાગે અને વહેલામાં વહેલી તકે આપણે એક સુંદર “મહાવીર-ચરિત્ર” સમાજભેટ ધરી શકીએ એ જ ભાવના ! For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 231