Book Title: Jain Satyaprakash 1936 11 12 SrNo 16 17
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩૦ શ્રી જૈન સત્ય પ્રકાશ કાતિક ઉપર એની સુંદર અસર થયા વગર નહીં રહે એ આપણે વિશ્વાસ રાખીએ. આવી રીતે એ ઉપદેશોને પ્રચાર કરવો તે પણ એ મહાપ્રભુની ઉપાસના જ છે. મહાવીર-ચરિત્ર”ની માગણું અને અગત્ય: આ પ્રસંગે એક બીજી, અને અત્યારે ઘણું જ અગત્યની ગણાતી, વસ્તુને નિર્દેશ કર્યા વગર અમે રહી શકતા નથી! એ વસ્તુ છે પ્રભુ મહાવીરને જીવનચરિત્રની વાત ! જોકે પ્રખર વિદ્વાન, ગીતાર્થ અનેક પૂર્વાચાર્યોએ સંસ્કૃત તેમજ પ્રાકૃત ભાષામાં રચેલાં, શ્રમણ ભગવાન મહાવીરસ્વામીનાં, અનેક વિદ્વતાભર્યા સુંદર જીવન-ચરિત્રો આપણા વિપુલ સાહિત્યભંડારમાં હયાત છે. છતાં અત્યારની પલટાતી લોક-રુચિને અનુકૂળ થઈ પડે એવા અને દરેકે દરેક – જૈન કે અજૈન – મહાનુભાવ જેને સ્વીકાર કરવા પ્રેરાય એવા “મહાવીરચરિત્ર”ની ઊણપ તે જરૂર જણાઈ આવે છે અને તેથી આજે પૌત્ય સભ્યતા (Oriental Culture)ના ઉપાસક દરેક, જૈન કે અજૈન વિદ્વાન એક સુંદર, સર્વાગપૂર્ણ મહાવીર-ચરિત્રની એકી અવાજે માગણી કરી રહ્યા છે. એક વ્યક્તિ પોતાની જાતે ગમે તેટલી ઊંચી કે ગમે તેટલી મહત્વપૂર્ણ હોય, તોપણ જે તે વ્યક્તિને તેના ગ્ય સ્વરૂપમાં જનતા સમક્ષ મૂકવામાં ન આવે તે, જનતા એ વ્યક્તિને એના સાચારૂપે ન ઓળખી શકે કે એના ઉન્નત એવા પણ છવનથી લોભ ન ઉઠાવી શકે એ સમજી શકાય એવી વાત છે. એટલે આપણે આશા રાખીએ કે આપણું સમાજનો વિદ્વ વર્ગ એ તરફ ધ્યાન આપી એ ઊણપને દૂર કરવા પ્રયત્નશીલ થશે. સાહિત્યમાં જીવન-ચરિત્રની મહત્તા : આજે સાહિત્ય'ના નામે ઘણું સાહિત્ય પ્રકાશિત થતું જાય છે. પણ માનવજીવનના અંતિમ કલ્યાણને બતાવી શકે એવા સાહિત્યની ખૂબ ખોટ છે. એવા સાહિત્ય વગર દુનિયાને ઉન્નતિને માર્ગ ન મળી શકે એ દીવા જેવી વાત છે. એવા સાહિત્યમાં આત્મસાધક તરીકેનું આધ્યાત્મિક-જીવન જીવી જનારા મહાપુરુષોનાં જીવન-ચરિત્રનું સ્થાન ઘણું ઊંચું છે. જીવન ચરિત્રને વાંચવાથી એક વાસ્તવિક જીવનની ઊંડી અસર માણસ ઉપર પડે છે અને એમાંથી માણસ અનેક પ્રેરણાઓ અને આશાઓને મેળવી શકે છે. મહાવીર-ચરિત્ર” તૈયાર કરવામાં મુશ્કેલી : જે મહાપુરુષને થયા આજે પચીર સિકા જેટલો લાંબો સમય વીતી ગયા અને જે કાળમાં આત્મ–લઘુતામાં જ આનંદ માણત માનવી કોઈ પણ વિશિષ્ટ પ્રકારના ઈતિહાસને સંધર ન હતા, એવા યુગના એક મહાપુરુષનું ઐતિહાસિક મહત્ત્વવાળું જીવન-ચરિત્ર તૈયાર કરવામાં અનેક મુશ્કેલીઓ રહેલી છે એ વાતને અમે સ્વીકાર કરીએ છીએ. પણ સાથે સાથે નમ્ર ભાવે એ પણ જણાવીએ છીએ કે એવી ગમે તેટલી મુશ્કેલીઓ હોય તે પણ તે દૂર ન જ થઈ શકે એવું કશુંય નથી ! પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય સફળતા મળે જ ! અલબત્ત એક ઐતિહાસિક મહાપુરુષ માટે કોઈ કોઈ બાબતમાં વિચારકે અને વિદ્વાનોમાં પ્રામાણિક મતભેદ જરૂર હોય. પણ એ મતભેદના કારણે એ મહાપુરુષની મહત્તામાં જરાય ઊણપ નથી આવતી. એટલે એવી-મતભેદ જન્ય કે બીજી કોઈ પણ મુશ્કેલીઓથી આપણને આપણા કાર્યમાં અટકાયત ન જ થવી જોઈએ. ભગવાન મહાવીરની માફક ભગવાન બુદ્ધદેવ પણ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 231