________________
-
કરે છે ત્યારે માતાએ કહ્યું કે મારા ગુરુણીજી છે એમને પૂછીને નિર્ણય કરો. ગુણીજીએ બાળસાધુને કહ્યું કે અશુભ કાર્યમાં વિલંબ કરવો જોઈએ. આ [. સાંભળી બાળસાધુએ ફરી ૧૨ વર્ષ સંયમ પાલન કર્યું. ત્યારપછી ઉપાધ્યાય ભગવંતના વચનથી બીજા ૧૨ વર્ષ સંયમયાત્રા કરી. અંતે માતા પાસે આવીને સંયમ ત્યાગની વાત કરી. માતાએ કર્મોદયની સ્થિતિ અને મોહની સ્થિતિનો વિચાર જાણીને પોતે સાચવી રાખેલાં મુદ્રારત્ન અને રત્નકંબલ આપ્યાં. બાળમુનિ માતા પાસેથી રત્ન વગેરે લઈને માતાની સૂચના મુજબ સાકેતનગરમાં પુંડરિક રાજાના દરબારમાં ગયા અને પોતાનો રાજભાગ આપવાની રાજાને વાત કરી. સાધુ વેશમાં જ બાળમુનિ રાજદરબારમાં પહોંચ્યાં હતા. આ સમયે રાજમહેલમાં મોટું નાટક ભજવાતું હતું. તે જોવા માટે રાજા-પ્રધાન-મંત્રી પણ હાજર હતા. એમની સાથે બાળમુનિ પણ નાટક જોવા બેસી ગયા. રાત્રિના મોટાભાગના સમય સુધી નાટક ચાલ્યું. રાત્રિનો થોડો સમય બાકી હતો ત્યારે નર્તકીને કોઈએ ઈનામ આપ્યું નહિ. આ પ્રસંગે નર્તકીને આળસ આવી અને નાટકના રંગમાં ભંગ પડ્યો હોય એમ લાગતાં મહાનર્તકીએ કહ્યું કે આટલા લાંબા સમય સુધી નૃત્ય અને ગાન કર્યું, હવે અલ્પ સમય બાકી છે તો શા માટે પ્રમાદ કરે છે? “બહોત ગઈ થોડી રહી’ આવા અર્થવાળું નર્તકીએ ગાયન ગાયું. બાળમુનિ - ક્ષુલ્લકમુનિએ આ અર્થવાળું ગાયન સાંભળ્યું ને પ્રતિબોધ પામ્યાં. મુનિએ નર્તકીને રત્નકંબલ ઈનામમાં આપી. યશોભદ્ર યુવરાજે કુંડળ બાંધ્યું. સાર્થવાહની પત્ની શ્રીકાંતાએ હાર નાંખ્યો. રાજમંત્રીએ કંકણ અને કર્ણ મહાવતે અંકુશ રત્ન નાંખ્યું. આ પાંચ વસ્તુ લાખ-લાખના મૂલ્યવાળી હતી. રાજાએ પણ આ પ્રસંગે સારી રકમનું દાન કર્યું. આવી કિંમતી વસ્તુઓ નર્તકીને મળી એટલે અત્યંત હર્ષોલ્લાસમાં આવી ગઈ. બીજે દિવસે રાજાએ પૂછ્યું કે નર્તકી પર ક્ષુલ્લક શા માટે પ્રસન્ન થયો?
મુલકમુનિએ રાજાને પોતાનું સર્વવૃત્તાંત કહ્યું. હે રાજન! હું રાજ્યભાગ લેવા આવ્યો હતો અને જુઓ આ મુદ્રારત્ન પણ હવે મારે રાજય જોઈતું નથી. હવે જીવિત થોડું છે માટે હું તો સંયમ પાલન કરીશ. હું નર્તકીના વિચાર
(
૧
૭.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org