Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah

View full book text
Previous | Next

Page 262
________________ ઘટના, પ્રસંગ કે પરિસ્થિતિનું આકર્ષક નિરૂપણ હોય છે. સાહસપૂર્ણ જીવનના પ્રસંગોનું વર્ણન, નાયક-નાયિકાનો પ્રકાર, પ્રણયની સૃષ્ટિ, (ગારરસયુક્ત નિરૂપણ) પ્રણયના પ્રસંગો, રૂપ અને સૌંદર્યનું અનેરું આકર્ષણ, વિવિધ રૂપ ધારણ કરવાં, જીવનલીલાનાં વિવિધરૂપ વાળી દિવ્યમાનુષ કથા છે. આ. ઉદ્યોતનસૂરિએ શૈલીને આધારે કથાના પાંચ ભેદ કહ્યા છે. (૧) સકલ કથા :- આ કથામાં ચાર પુરૂષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશેના વિચારો મુખ્યત્વે સ્થાન ધરાવે છે. આ કથાના અંતમાં જીવાત્મા મનોવાંછિત-ઉત્તમ ફળની પ્રાપ્તિ કરે છે તેવો સંદર્ભ રહેલો છે. (૨) ખંડ કથા:- વિષયવસ્તુ એકાદ પ્રસંગનું હોય છે અને તેના દ્વારા જીવનમાં કોઈ એક પ્રસંગનો નિર્દેશ કરવામાં આવે છે. (૩) ઉલ્લાપ કથા:- તેમાં સાહસપૂર્ણ પ્રસંગોનું નિરૂપણ મહત્ત્વનું લક્ષણ છે. તદુપરાંત ધર્મચર્ચાને સ્થાન આપવામાં આવ્યું છે. (૪) પરિહાસ કથા:- મનોરંજનયુક્ત, હાસ્ય ઉત્પન્ન કરવાવાળી વ્યંગ્યાત્મક શૈલીવાળી હોય છે. (૫) સંકીર્ણ કથા:- તેમાં ધર્મ, અર્થ અને કામ એમ ત્રણ પુરૂષાર્થનો સંદર્ભ રહેલો છે. કથા સાહિત્ય વિવિધ પ્રકારનું છે તેના દ્વારા આનંદની સાથે ધર્મતત્ત્વનો બોધ થાય છે. એટલે કથાનું માધ્યમ સર્વ સાધારણ જનતાને માટે ધર્મ તથા સાહિત્યના ક્ષેત્રમાં અનેરું આકર્ષણ જમાવવામાં સફળ નીવડ્યું છે. વિકથા વિશે જોઈએ તો તેમાં પાપહેતુભૂત સ્ત્રી-પુરૂષની કથા છે. એ જ રીતે રાજકથા, દેશકથા અને ભોજનકથાનો તેમાં સમાવેશ થાય છે. આ કથાનો આરાધક આત્માએ ત્યાગ કરીને ધર્મ કથાનો જ આશ્રય લેવો જોઈએ એમ શાસ્ત્રની વાણી છે. કથા સાહિત્યના ભેદ ઉપરથી સારભૂત લક્ષણ એ છે કે મોક્ષના પ્રયોજનથી ધર્માદિતત્ત્વોની કથા કહેવી – સાંભળવી તે સત્કથા એટલે કે ધર્મકથા છે. માનવજીવનમાં સૌથી ઉપયોગી એક માત્ર ધર્મકથા છે. તેમાં (૨૪૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270