Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah

View full book text
Previous | Next

Page 265
________________ પામી છે. દીર્ઘકથાઓમાં વર્ણન, પાત્ર-પ્રસંગ-આચાર, સામાજિક સ્થિતિ, યુદ્ધ, વિજય-પરાજય, સિદ્ધિ સફળતા આદિની માહિતી પ્રાપ્ત થાય છે. લઘુકથામાં માત્ર પાત્ર કે પ્રસંગ દ્વારા તત્ત્વબોધનો પરિચય થાય છે. જૈન સાહિત્યના ટીકા (વિવેચન) ગ્રંથોમાં કથાઓનો સમાવેશ થયો છે. દા.ત. : ધર્મદાસગણીની “ઉપદેશ માળા', હરિભદ્રસૂરિ “ઉપદેશપદ', જ્યકીર્તિની શીલોપદેશમાળા, હેમચંદ્રસૂરિનું પુષ્પમાળા પ્રકરણ, શાંતિસૂરિનું “ધર્મરત્ન પ્રકરણ” વગેરેમાં કથાઓનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. પ્રાકૃત ભાષામાં પણ આવી કથાઓ રચાઈ છે. હરિભદ્રસૂરિનાં ઉપદેશપદ પર વર્ધમાનસૂરિ અને મુનિચંદ્રસૂરિએ ટીકા લખી છે તેમાં મનુષ્યભવની દુર્લભતા અને ચાર પ્રકારની બુદ્ધિનો પ્રભાવ બતાવતી ૮૩ કથાઓનો સમાવેશ થયો છે. સોમતિલકસૂરિ રચિત “શીલતરંગિણી' વૃત્તિમાં ૩૯ કથાઓ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ ટીકામાં તીર્થકર ભગવંતો અને શ્રાવકોની કથાઓનો સમાવેશ થયો છે. નાગોરી તપાગચ્છના હેમતિલકસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ સં. ૧૪૨૮માં સિરિવાલ કહાની રચના કરી હતી. તે ઉપરથી શ્રીપાળ ચરિત્ર રાસ આદિ રચનાઓ થઈ છે. કથાનુયોગ એ સર્વસામાન્ય જન સમૂહને માટે ધર્મમાર્ગમાં પ્રવેશદ્વારની ભૂમિકા પૂરી પાડે છે. કથાનાં પાત્રો દ્વારા જૈન દર્શનના કોઈ એક સિદ્ધાંત કે વિચારને ઉપનય તરીકે ઘટાવવામાં આવે છે. કથાનું માધ્યમ ધર્મોપદેશનું છે અને વર્તમાનમાં પણ આવી કથાઓ દ્વારા ધર્મબોધની પ્રવૃત્તિ ચાલે છે. કથા સાહિત્યનું પ્રયોજન મુખ્યત્વે ધર્મોપદેશ' નું છે. પાદલિપ્તની ‘તરંગવતી' ને આધારે રચાયેલી તરંગલીલા, હરિભદ્રસૂરિકૃત સમરાઈચ્ચ ગદ્ય કહા અને ધૂખ્યાન' સિધ્ધર્ષિગણિની ઉપમિતિભવ પ્રપંચ કથા (રૂપકાત્મક શૈલીની) ઉદ્યોત્નસૂરિકૃત “કુવલયમાળા', જયવંતસૂરિની “શૃંગારમંજરી', માણિક્યસુંદરની “પૃથ્વીચંદ્રચરિત્ર' ની ગદ્યકથા કથા સાહિત્યમાં નોંધપાત્ર (૨૪૬) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270