Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah

View full book text
Previous | Next

Page 270
________________ મનુષ્ય જન્મની દુર્લભતા સ્વપ્ન - મૂળદેવ નામે રાજપુત્ર દેવદતા વેશ્યામાં આસક્ત બની ધણો વખત રહાો હતો. નિર્ધન થતાં અક્કાએ કાઢી મૂકયો. તેને બેનાતટ આવતાં ત્રણ દિવસ અટવીમાં પસાર કરવા પડ્યાં. ત્યાં ખાવાપીવાનું મળ્યું નહિ. ચોથે દિવસે કોઈ ગામમાં ભિક્ષા માંગતાં રાંધેલા અડદ મળ્યાં તે કોઈ તપસ્વીને વહોરાવ્યા. આવું તેનું સાહસ જોઈ સંતુષ્ઠ થયેલી દેવીએ કહયું કે તારી ઈરછામાં આવે તે બે પદ માંગી લે. મૂળદેવે કહ્યું કે દેવદતા ગણિકા અને હજાર હાથી યુક્ત રાજ્ય આપો. દેવીએ તથાસ્તુ કહ્યાં. તે રાત્રીએ એક કુટિરમાં સુતેલા મૂળદેવે સ્વપ્નમાં પોતાના મોઢામાં પ્રવેશ કરતો ચંદ્ર જોયો. પડખે સુતેલા કાપડીને પણ તેવું જ સ્વપ્ન આવ્યું. પ્રભાતે ઉઠીને કાપડીએ ગુરુ પાસે જઈ સ્વપ્નની હકીકત કહી. ગુરુએ કહયું કે તેને ધી-ગોળ સહિત મોડો આહાર મળશે. મળદેવ ઉઠીને નગરમાં સ્વપ્ન પાઠકને ત્યાં ગયો અને ધણાં જ વિનયથી સ્વપ્નની હકીકત કહી ત્યારે સ્વપ્ન પાઠકે કહાં કે આજથી સાતમે દિવસે તને રાજ્ય મળશે, એમ કહી પોતાની પુત્રી પરણાવી. એ નગરનો અપુત્રીઓ રાજા મરણ પામતાં પંચદિવ્યપૂર્વક મૂળદેવને રાજ્ય મળ્યું. તેણે દેવદતા ગણિકાને બોલાવી. પટ્ટરાણી પદે સ્થાપના કરી. પેલો કાપડીએ મૂળદેવને રાજ્ય મળ્યું જાણી ફરીવાર તેવું સ્વપ્ન આવે એ આશાથી કુટિરમાં જઈ સૂઈ ગયો પણ ફરી સ્વપ્ન આવવું દુર્લભ થયું એમ મનુષ્યભવ મળવો અતિ દુર્લભ છે. અતિ દુર્લભ મનુષ્ય જન્મની સફળતા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક્ ચારિત્રની આરાધના છે. સંદર્ભ : ઉત્તરાધ્યયન સૂત્ર ભા. 1 (અધ્યયન - 3, શ્લોક - 1, પા. 46) Jai Education international or Favale Personal Use Only www.amelibrary org

Loading...

Page Navigation
1 ... 268 269 270