________________
જૈન સાહિત્યમાં વિવિધ કથાઓના સંદર્ભમાં વિચારીએ તો રાસયુગમાં ચરિત્ર નિરૂપણ દ્વારા કથા અને ઉપકથાઓ મોટી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. ફાગુ, બારમાસી, વિવાહલો, વેલિ, સજ્ઝાય (ઢાળબદ્ધ) વગેરે સ્વરૂપની રચનાઓમાં કથાઓનું સ્થાન રહેલું છે.
જૈન સાહિત્યમાં ધર્મકથાઓનો વારસો વિપુલ પ્રમાણમાં છે તો સમાજના લોકોને કેન્દ્રમાં રાખીને લૌકિક કથાઓ પણ રચાઈ છે. તેમાં ગુણાઢ્યની ‘બૃહત્કથા’ નોંધપાત્ર છે. આ ગ્રંથ ઉપલબ્ધ નથી પણ તેને આધારે ક્ષેમેન્દ્રકૃત શ્લોકબદ્ધ ‘બૃહત્કથામંજરી' અને સોમદેવકૃત કથાસરિતસાગરમાં સંચય થયો છે. વર્ધમાનસૂરિ કૃત ‘મનોરમા કહા’, શુભશીલગણીકૃત વિક્રમાદિત્ય ચરિત્ર, વિજયભદ્રકૃત ‘હંસરાજ વધરાજ ચોપાઈ', હીરાણંદસૂરિ કૃત ‘વિદ્યાવિલાસ પવાડું’, મલયચંદ્રની સિંહાસન બત્રીસી ચઉપઈ, સિંહકુશળની મંદબત્રીસી ચઉપઈ, જિનહર્ષની ‘આરામ શોભા’, મતિસારની કર્પૂરમંજરી, કુશલલાભની માધવાનંદ, કામ કંદલા રાસ અને મારુ ઢોલા ચઉપઈ, હેમાણંદની વેતાલ પંચવિંશતિ, રત્નસુંદરની શુકબહોબેરી, કીર્તિવર્ધનની સધ્યવત્સ સાવલિંગા વગેરે કથા સાહિત્ય જૈન મુનિઓના હસ્તે સર્જાયું છે. તદુપરાંત હરજીમુનિ કૃત ભરડક બત્રીસી અને વિનોદ ચોત્રીસી ની કથાઓ પણ હાસ્ય અને વિનોદ યુક્ત પ્રાપ્ત થાય છે.
જૈન સાહિત્યમાં સ્તોત્ર રચનાની ઉત્પત્તિ અંગેની કથાઓ પ્રાપ્ત થાય છે. લઘુશાંતિ, ભક્તામર સ્તોત્ર, કલ્યાણમંદિરની કથાઓ પ્રચલિત છે. પર્વ આરાધનાનો પ્રાપ્ત થતો લાભ દર્શાવતી વિવિધ પાની કથાઓમાં ચૈત્રી પૂનમ, મૌન એકાદશી, જ્ઞાનપંચમી, પર્યુષણમાં અઠ્ઠમ તપની આરાધના માટે નાગકેતુની કથા રોહિણી તપ, વીશ સ્થાનક તપ, શ્રાવકના બારવ્રતની કથાઓ વગેરે કથા સાહિત્યમાં અભિવૃદ્ધિ કરે છે. પાર્શ્વનાથ ભગવાનનાં ૧૦૮ નામ છે તેના પ્રભાવની કથાઓ પણ પ્રચલિત છે. આ કથાઓ ધર્મ દ્વારા ચમત્કારના સંદર્ભમાં રચાઈ છે. મંત્ર શિરોમણિ નવકારના પ્રભાવથી કથાઓ નવકાર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરાવીને તેના જાપ દ્વારા શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે એવા
Jain Education International
૨૪૮
For Private & Personal Use Only
www.jainelibrary.org