Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah

View full book text
Previous | Next

Page 266
________________ ગણાય છે. જૈન સાહિત્યમાં બાલાવબોધની રચનાઓ સાહિત્ય વિવેચનની દૃષ્ટિએ ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. બાળના અવબોધ (જ્ઞાન) માટે થયેલી રચનાઓને બાલાવબોધ કહેવાય છે. આ પ્રકારની કૃતિમાં મૂળ ગ્રંથનું ભાષાંતર હોય છે તો વળી દૃષ્ટાંત કથાઓ દ્વારા મૂળ ગ્રંથના ભાષાંતરની સાથે વસ્તુનો વિસ્તાર હોય છે. સંસ્કૃત કે પ્રાકૃત ભાષાની કૃતિઓને લોકભોગ્ય બનાવવા માટે આ પ્રકારની રચનાઓ જૈન સાહિત્યમાં થઈ છે. તેમાંથી પણ જૈન કથાનો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ધર્મદાસ ગણિની પ્રાકૃત ભાષાની રચના ઉપદેશમાલાના બાલાવબોધમાં સોમસુંદરસૂરિએ નાની-મોટી ૮૩ કથાઓનો સંચય કરેલ છે. પુષ્પમાલા પ્રકરણ, ષડાવશ્યક સૂત્ર, ભવ ભાવના શીલોપદેશમાલા વગેર ગ્રંથોમાં આવી કથાઓનો સંચય થયો છે. આ. જયશેખરસૂરિ પ્રબંધ ચિંતામણિ નામના રૂપક કથાઓના ગ્રંથની રચના સંસ્કૃતમાં કરી છે. આ ગ્રંથને આધારે ત્રિભુવન દીપક પ્રબંધ ગ્રંથ સં. ૧૪૬૨માં રચાયો છે. આચાર્ય રત્નશેખરસૂરિના શિષ્ય સોમદેવે કથા મહોદધિ ગ્રંથની રચના ગદ્યમાં કરી છે. તેમાં હિરષેણ કૃત કપૂર પ્રકરણમાં ૧૫૭ કથાઓ પ્રાપ્ત થાય છે. પૂ. હેમવિજયજીએ ૧૭મી સદીમાં કથા રત્નાકર ગ્રંથની રચના કરી છે તેના ૧૦ તરંગમાં ૨૫૦ કથાઓ છે. હરિષણનો બૃહત્કથાકોશમાં ૧૫૭ કથાઓ છે. આ કોશ પ્રાચીન છે. જિનસેનનું હરિવંશ પુરાણ, હેમચંદ્રાચાર્યનું ત્રિષ્ટિ સલાકા પુરૂષ ચરિત્ર, ભદ્રેશ્વર કૃત કથાવલિ, શુભશીલ ગણિની ભરતેશ્વર બાહુબળી વૃત્તિ, સોમપ્રભાચાર્ય કૃત ‘કુમારપાળ પ્રતિબોધ', વિજયલક્ષ્મીસૂરિ કૃત ‘ઉપદેશ પ્રાસાદ’ વગેરે ‘કોશ’ સંજ્ઞાવાળી કૃતિઓમાં વૈવિધ્યપૂર્ણ કથાઓ સંસ્કૃત અને પ્રાકૃતમાં પ્રાપ્ત થાય છે. આ કથાઓનો ગુજરાતીમાં અનુવાદ પણ થયોછે. Jain Education International ૨૪૭ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 264 265 266 267 268 269 270