________________
ઢાલ, વલણ, દેશી, આલ વગેરે શબ્દો દ્વારા દેશનો અર્થ બોધ થાય છે એટલે પર્યાયવાચી શબ્દો છે. ઢાલનો અર્થ રાગબદ્ધ ગાવું તેવી રીતે દેશી પણ ચોક્કસ રાગમાં ગાવાની છે.
દેશીની રચનામાં માત્રામેળ છંદ શાસ્ત્રીય રાગ, લોકગીતની પ્રચલિત પંક્તિઓનો સમાવેશ થયો છે. પાછળથી દેશમાં પૂર્વાચાર્યોના સ્તવનની પંક્તિ, ગરબાની પંક્તિ પણ દેશી તરીકે સ્થાન પામી છે એટલે દેશીઓમાં રાગ વૈવિધ્ય નોંધપાત્ર ગણાય છે. કેટલીક દેશીઓ રાગ અને તાલ સાથે સંબંધ ધરાવે છે. રાગ પણ વિશિષ્ટ રીતે ગાવામાં આવે છે તેવી રીતે દેશી ગાવાની વિશિષ્ટ પ્રકારની ઢબ-રીત છે. તેના દ્વારા ગેયતાની સાથે તાલ-લયની સિદ્ધિ થયેલી છે. દેશીઓનો વિચાર કરતાં કવિતા અને સંગીતકલાનો સંબંધ નોંધપાત્ર છે. સંગીતમાં આલાપ છે, દેશમાં પણ લય અને તાલબદ્ધ રીતે ગાવાની પદ્ધતિ હોવાથી સંગીત સાથેનો સંબંધ સ્પષ્ટ સમજાય છે. આ પ્રકારની ગાવાની શૈલીથી કાવ્યગત ભાવનું સંક્રમણ થાય છે. આ રીતે દેશી મધ્યકાલીન કાવ્યમાં પદ્યની પ્રવાહી શૈલીના લક્ષણ તરીકે સ્થાન ધરાવે છે.
દેશીઓનો પ્રયોગ દીર્ઘ કાવ્ય પ્રકારો, રાસ, ધવલ, ભાસ, ફાગુ, આખ્યાન, વિવાહલો, વેલિ, ઢાળિયાં વગેરેમાં થયો છે. તદુપરાંત લઘુકાવ્ય પ્રકારો, સ્તવન, સઝાય, ગરબા, ગરબી, ગહુલી, હાલરડાં, છંદ, લોકો વગેરેમાં થયો છે એટલે દેશીઓ સમગ્ર કાવ્ય સૃષ્ટિમાં વિસ્તાર પામી છે.
દેશીઓની પંક્તિઓમાં વિવિધતા રહેલી છે. દેશની પંક્તિનો અર્થ અને તેનો જે તે કાવ્યમાં પ્રયોગ એ બંને વચ્ચે કોઈ એકતા નથી. એટલે દેશીનો પ્રયોગ કાવ્યગત લય સાધવા માટે થયો છે. દેશીઓ માત્રામેળ છંદ અને રાગના મિશ્રણથી રચાઈ છે.
દેશીઓના વર્ગીકરણમાં પણ વિષયોની નવીનતા જોવા મળે છે. પ્રકૃતિ, પ્રભુ, ઉપદેશ, કૃષ્ણભક્તિ, સ્થળ, નગર, પ્રણય, જિનવાણી, સામાજિક સંદર્ભ, ધાર્મિક માન્યતા, સંગીત વગેરે પ્રકારની દેશીઓ છે.
૨૩૨ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org