Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah

View full book text
Previous | Next

Page 256
________________ - ૨૩. જેન કથા સાહિત્ય જૈન સાહિત્ય એટલે જૈનોના હસ્તે અને જૈનેત્તર સર્જકોના હસ્તે જૈન ધર્મના વિષયોને કેન્દ્રમાં રાખીને સર્જાયેલું એવો અર્થ અભિપ્રેત છે. અન્ય ધર્મોના પ્રભાવથી પણ આ પ્રકારનું સાંપ્રદાયિક વિષય વસ્તુવાળું બૌદ્ધ સાહિત્ય - વૈદિક ધર્મનું સાહિત્ય પણ આ પ્રકારનું છે. વિશ્વની વિવિધ સંસ્કૃતિઓના પાયામાં ધર્મ મહત્ત્વનું લક્ષણ ગણાય છે. સમાજ અને રાજ્યમાં ધર્મનો અનન્ય પ્રભાવ હતો. એશિયા ખંડ ધર્મોની જન્મભૂમિ છે એટલે વિશ્વમાં ભૂતકાળ અને વર્તમાનમાં જધર્મની પ્રવૃત્તિ ચાલે છે તેના પાયામાં ધર્મોનો અપરંપાર પ્રભાવ છે. જૈન ધર્મના સિદ્ધાંતોમાં “અહિંસા પરમો ધર્મ નો સૂક્ષ્માતિસૂક્ષ્મ વિચાર વિશ્વના ધર્મોમાં પ્રથમ કક્ષાનો ગણાય છે અને “જીવો અને જીવવા દો' નો મંત્ર ચરિતાર્થ થયો છે. એટલું જ નહિ પરંતુ મરીને પણ બીજાને જીવાડો – આવો મંત્ર બીજી જગ્યાએ નહિ મળે. ધર્મગ્રંથો માત્ર શુષ્ક વિચારોનો સંચય નથી, તેમાં સર્વસાધારણ જનતાને ધર્માભિમુખ કરવા માટે વિવિધ પ્રકારની કથાઓનો આશ્રય લેવામાં આવ્યો છે એટલે તેમાં કથા સાહિત્યનો એક અનોખો વિભાગ નોંધપાત્ર બન્યો છે. પ્રાચીન કથાઓમાં પંચતંત્ર – હિતોપદેશ, ઈસપની નીતિ કથાઓ, બૌદ્ધની જાતક કથાઓ, પરીકથાઓ, જૈન કથા સહિતબાર વગેરે કથા સાહિત્યના ઉદાહરણ રૂપે સુપ્રસિદ્ધ છે. કથા સાહિત્યનો લહેરાતો સાગર સમગ્ર વિશ્વમાં ભરતી સમાન માનવ સમુદાયને કથા રસની સાથે તત્ત્વનો આસ્વાદ કરાવે છે. કથા સાંભળવી અને કથા કહેવી – કરવી એ માનવ સમાજ માટે એક સાત્વિક પ્રવૃત્તિ છે. જૈન સાહિત્યનો આ વિષયના સંદર્ભમાં વિસ્તાર કરીએ તો નીચે પ્રમાણે માહિતી ઉપલબ્ધ થાય છે. જૈન સાહિત્યના મુખ્ય અંગ તરીકે ૪૫ આગમ છે તેમાં અનુયોગ દ્વારનો સમાવેશ થયો છે. અનુયોગનો સીધો સાદો અર્થ એ છે કે ધર્મના પવિત્ર ગ્રંથોમાં જે જ્ઞાનનો ભવ્ય વારસો અગાધ સાગર સમાન રહેલો (૨૩૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270