Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah
View full book text
________________
૮. લઘુ દેશીઓઃ
રાસ ધારાકી, મુનિજન મારગ, રાજગીતાની સુરતી મહિનાની ચોપાઈ લલના બટાફલાની, વિવાહલો મનમોહન મેરે આ છે લાલ રસિયાની હમચડી ચંદ્રોવલા સાહેલડી વગેરે આ દેશમાં પંક્તિ કડીને અંતે લલકારવામાં આવે
૯. તીર્થ વિષયક દેશીઓ:
વિમળાચલ વેગે વધાવો, ચૈત્રી પૂનમ અનુક્રમે, સુણ જિનવર શેત્રુજા. ધણીજી, રેવતગિરિ ઉપરે, નમો રે નમો શ્રી શત્રુંજયગિરિવર, નગર નામવાળી દેશીઓ – પાટણમાં પંચાસરો સોહેરે, ઈડર આંબા-આંબલી રે, નગરી અયોધ્યા વતીરે, ગુરૂ મહિમાની દેશી - પામી સુગુરુ પસાય, શ્રી ગુરુ પદ પંકજ નમીજી, રાજા વિશે – ધન ધન સંપ્રતિ સાચો રાજા. શેઠ વિશે ધવલ શેઠ લઈ ભટણું રે. નવપદ વિશે – ભવિકા સિદ્ધચક્ર પદ વંદો. દેશીની ગેયતા સાથે ટેક, અંચલી રાગનો પ્રયોગ પણ નોંધપાત્ર બને છે.
ટેક - નિણંદ ચંદદેખકે આનંદ ભયો છું. અંચલી - પ્રીત લાગી હે, પ્રીત લાગી રે નિણંદશું. રાગ - અહો મતવાલે સાહિબા, પ્રભુ પાર્શ્વનું મુખડું જોવા, ઘડી ઘડી સાંભળો સાંઈ સલૂણા. પ્રકીર્ણ દેશીઓ હવે રાણી પદ્માવતી, સતીય સુભદ્રાની દેશી, યોગમાયા ગરબે રમજો (ગરબાની), સેવો ભવિયણ જિન ત્રેવીસમો રે (ગહુલીની) વગેરે દેશીઓ છે.
આદેશીઓમાં વિવિધતા જોવા મળે છે અને તેનાથી રાગબદ્ધ-લયાન્વિત રચના થઈ છે. મોટી દેશીઓ પણ આ પ્રકારની સિદ્ધિ દર્શાવે છે. અગરચન્દજી નાહટાએ દેશીઓની સૂચિ તૈયાર કરી હતી. તેમાં દેશીયો ભિન્ન ભિન્ન લિખતે એવા શબ્દોની સાથે ૧૦૭ દેશીઓની સૂચિ છે. અત્રે મોટી દેશના ઉદાહરણ રૂપે જોઈએ તો
એકવાર પાટણ જાજ્યો પાટણની પટોલી લાવજ્યો,
૨૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b791d13249e0f0dbef76815a2d16d33802cdcbd96c65cc5c37d0d971147cb437.jpg)
Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270