________________
કથાના માધ્યમ દ્વારા દાર્શનિક વિચારો સિદ્ધાંતોનું પ્રતિપાદન કરી ધર્મ તત્ત્વ સમજાવવું.
૨. જૈન સાહિત્યના બે પ્રકાર છે. આગમિક અને અનાગમિક. આગમિક સાહિત્ય એટલ ૪૫ આગમ આદિ મૂળભૂત ગ્રંથોને આધારે સ્પષ્ટીકરણ રૂપે લખાયેલ ગ્રંથો. અનાગમિક એટલે આગમિક સાહિત્ય સિવાયની કૃતિઓનું સાહિત્ય. પૂર્વાચાર્યોએ પોતાના જ્ઞાનના ક્ષયોપશમના આધારે વિવિધ પ્રકારની ગદ્ય-પદ્ય સ્વરૂપની કૃતિઓ રચી છે તે અનાગમિક છે.
અનાગમિક સાહિત્યના એક ભાગરૂપે ગદ્ય-પદ્યમાં રચાયેલું કથા સાહિત્ય ધર્મકથાનુયોગનું છે. સંસ્કૃત ભાષાનાં કથ' ધાતુ પરતી કથા એટલે કે જે કહેવામાં આવી છે અને પછી તેને ગ્રંથસ્થ કરવામાં આવી છે તે “કથા' એમ તે સ્પષ્ટ અર્થ થાય છે. કથા સાહિત્યના પ્રકાર અંગે નીચે પ્રમાણે વિગતો પ્રાપ્ત થાય છે.
તિવિહા કથા ૫. ત. - અWકહા, ધમ્મકતા, કામકહા ! (ઠાણાંગ - અંગ – ૩, ઊ–રૂ સુત્ત ૧૮૯) એટલે કથાના ત્રણ પ્રકાર અર્થકથા, ધર્મકથા અને કામકથા.
ઠાણાંગ ૮, ઉ. ૩, સુત્ત ૨૮૨માં ધર્મકથાના ચાર ભેદ દર્શાવ્યા છે તે નીચે પ્રમાણે જાણવા. અર્થકથા, ધર્મકથા, કામકથા અને સંકીર્ણકથા.
કથા
અર્થકથા
ધર્મકથા
કર્મકથા
આકોપણી વિકોપણી સંવેદની ૧. આચાર ૧. સ્વ-પરસમય ૧. ઈહલોક ૨. વ્યવહાર ૨. પર-સ્વસમય ૨. પરલોક ૩. પ્રજ્ઞપ્તિ ૩. સમ્યકત્વ-મિથ્યાત્વ ૩. સ્વશરીર ૪. દષ્ટિવાદ ૪. મિથ્યાત્વ-સમ્યક્ત્વ ૪. પરશરીર
નિવેદની ૧. ઈહલોક ૨. પરલોક ૩. દેવાદિ ૪. તિમંદિ
૨૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org