________________
કારણ કીસીઉ સ્વામી તુમ્હારઈ પરિસરિ કિસદા અહિં હિીં હવન એહલી સંપદા || સંપદા નહિ તે અહિં નહિ હિતી વિચીડત પતિથઈ હવિ ॥ ગુરુ યાતિ સહિજિ ગુણ કરઈ
નઈ કિર્તી પ્રભુ પરિજ્જુઈ એક જંબુદ્વીપ માંહિ સ્વામી સહૂઈ કો વસઈ? કિસી કારણ ઓહીન દીપ્તકાય ધનસંશય પાછ૨ઈ મારગ મુગતિનો છે વહઈ બહુ તુમ્હે કહુઈ ઈંહા નહિ મોલાવડઉ અહિઆ અસંભવ પેખિવા નઈ સ્વામી તું સવણે સુણેઉ ઈમ ભણઈ ખીમઉ સેવ માગઉ, મયા કરી મુજ વિનતી સુણઉ II
।। ઈતિ સીમંધર સ્વામી ભાસ ।।
સીમંધર સ્વામી ભાસની રચના ઉદયવંત મુનિએ કરી છે. ભાસ એક ભક્તિ પ્રધાન કાવ્ય કૃતિ છે. સમયસુંદરની આ પ્રકારની ભાસ કૃતિઓ કુસુમાંજલિમાં સંચિત થઈ છે. તેવી જ આ ભક્તિ પ્રધાન રચના છે. ભલાભોલા હૃદયથી આપની ભક્તિ હૈયામાં વસી ગઈ છે. સૂર્ય કમળને વિકસાવે છે તેમ ભક્તિથી મારું હૈયું હર્ષોલ્લાસ અનુભવે છે. સીમંધર સ્વામી ભગવાન ૩૪ અતિશય યુક્ત છે. બાર પષંદામાં દેશના આપતા બિરાજમાન છે. પ્રભુ મહાવિદેહમાં વિચરી રહ્યા છે. પ્રભુ કેવળજ્ઞાની છે અને ત્રિભુવનમાં એમનો મહિમા અપરંપાર છે. આવા પ્રભુને નિરખીને હૈયું આનંદ અનુભવે છે. આપના નામ સ્મરણથી પાપનો નાશ થાય છે. ભક્ત ભરતક્ષેત્રમાં છે. ભગવાન મહાવિદેહ ક્ષેત્રમાં છે. હે પ્રભુ! આપને ત્યાં મુક્તિનો માર્ગ છે. અમે મહાવિદેહમાં આવી શકતા નથી. જ્ઞાનમાં આપનાં દર્શન થાય છે. આપની સેવા-ભક્તિ-પૂજા કરવાની હૈયામાં તીવ્ર ભાવના પૂર્ણ થાય એવી આપશ્રીને વિનંતી કરું છું.
મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલા શ્રી સીમંધર સ્વામીને વિનંતીરૂપે આ ભક્તિગીતની રચના થઈ છે. ભક્તહૃદયમાં પ્રભુ વસી ગયા છે અને
Jain Education International
૧૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org