________________
ગુરુ મહિમા ગાવાની પ્રણાલિકા સ્થાન ધરાવે છે. ઢાળબદ્ધ સઝાયમાં આ પ્રણાલિકાનું અનુસરણ થયું છે. તેનું મૂળ આ પ્રકારની કૃતિઓમાં નિહાળી શકાય છે. શિષ્ય-પ્રશિષ્ય અને ભક્તોના કલ્યાણ માટે ગુરુનો મહિમા ગુણગાન અને જીવનનું સ્મરણ મહાન ઉપકારક છે એ વાત સર્વ સામાન્ય રીતે સ્વીકૃત છે અને કલ્યાણમિત્ર સમાન ગુરુના જીવનનું ગુણાનુરાગથી કોઈ પ્રકારની કાવ્ય કૃતિમાં નિરૂપણ થાય તો તે યથાર્થ લેખાશે એટલે “સ્તુતિ' શબ્દ પ્રયોગ પણ ગુરુગુણ ગાવાનો સંદર્ભ પૂરો પાડે છે. આ પ્રકારની કૃતિઓમાં મુખ્યત્વે તો ગુરુના સંયમની આરાધના, તપશ્ચર્યા, શાસન પ્રભાવનાનાં કાર્યો અને ગુરુના જીવનનો પ્રભાવ દર્શાવવામાં આવે છે. એમનું જીવન આત્મા તપ-ત્યાગ અને વૈરાગ્યના ત્રિવેણી સંગમમાં સદાબહાર કાર્યરત હોવાથી અર્વાચીન સજઝાયના ભાવને ચરિતાર્થ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. નમૂનારૂપે સજઝાય પ્રકારની કૃતિઓની માહિતી નીચે પ્રમાણે છે.
(૧) શ્રી આણંદવિમલસૂરિ સ્વાધ્યાય :
શ્રી આણંદવિમલસૂરિ ૧૬મી સદીના તપગચ્છના પટ્ટધર આચાર્ય, મહાન તપસ્વી અને શાસન પ્રભાવક આચાર્ય હતા. એમના ગુરુ હેમવિમલસૂરિ હતા. કવિએ સ્વાધ્યાયના આરંભની પ્રથમ ગાથામાં સરસ્વતી, ગુરુ ગૌતમ સ્વામીને પ્રણામ કરીને ગુરુ આણંદવિમલસૂરિના ગુણો ગાવાના વિષયનો નિર્દેશ કર્યો છે.
ગોયમ ગણહર પ્રણમું પાય, સરસતિ સામિણિ સમરૂં પાયા હું ગાઉં શ્રી તપગચ્છરાય, શ્રી આણંદવિમલસૂરિ પ્રણમું પાય. (૧) દૂસમકાલિં ગુણહાનિધાન, મઈ પામિઉ તું યુગહ પ્રધાન, સુવિહિત મુનિવર કેરુરાય, શ્રી આણંદવિમલસૂરિ પ્રણમું પાય. (૨) (ગા. ૧, પા. ૧૯૩) કવિએ દીક્ષા અને એમની તપશ્ચર્યાની માહિતી આપતાં જણાવ્યું છે કે
૧૯૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org