________________
T
– ૧૬. સ્વાધ્યાય )
જૈન સાહિત્યમાં સઝાય-સ્વાધ્યાય એમ બે સંજ્ઞાવાળી કાવ્યકૃતિઓ પ્રાપ્ત થાય છે. સજઝાય શબ્દનું મૂળ સંસ્કૃત ભાષાનો સ્વાધ્યાય શબ્દ છે. તે ઉપરથી પ્રાકૃતમાં સજઝાય શબ્દની રચના થઈ છે.
સઝાયનો મૂળભૂત અર્થ આત્મા અંગેની સઘન વિચારણા-ચિંતન કરવાના સંદર્ભમાં રહેલો છે. ચતુર્વિધ સંઘની આવશ્યક ક્રિયા પ્રતિક્રમણના અંતે સજઝાય બોલવાની પ્રણાલિકા ચાલે છે. સઝાય તો સાધુની એવી લોકોકિત પણ જનસમાજમાં પ્રચલિત બની છે કારણ કે ત્યાગ અને વૈરાગ્યમય જીવનને સમર્પિત થયેલા સાધુના મુખેથી સઝાયનું શ્રવણ શ્રાવકોના જીવનમાં ત્યાગ અને વૈરાગ્યના સંસ્કારોનું બીજારોપણ કરે છે. તેમાં વૃદ્ધિ કરે છે અને આસક્તિની ભાવના-માત્રા ઘટાડવાનું કાર્ય કરે છે એટલે સજઝાયની સફળતા સાધુ જીવનના અવનવા પ્રસંગો, ત્યાગ-વૈરાગ્ય અને ધર્મભાવનામાં વૃદ્ધિકારક છે. સઝાય જૈન સાહિત્યનો અનેરો આનંદ છે. જૈન સાહિત્યમાં નાની મોટી સઝાય રચનાઓ એક હજાર કરતાં પણ વિશેષ પ્રાપ્ત થાય છે. તેમાં વિષય વૈવિધ્ય પણ અજબ-ગજબનું છે. જેમ જેમ સજઝાયની પંક્તિઓ-અર્થના વિચારમાં ઊંડા ઊતરીએ તેમ તેમ અદ્ભૂત વૈરાગ્ય રસની અનુભૂતિ થાય છે. પ્રતિક્રમણના અંતે પૌષધમાં પ્રયોજાતી સજઝાયની સાથે સવારનાં રાઈ પ્રતિક્રમણમાં ભરફેસરની સઝાય વિશેષ પ્રચલિત છે. પ્રાચીન જૈન સાહિત્યના વિવિધ પ્રકારોનો અભ્યાસ કરતાં “સઝાય' સંજ્ઞાવાળી કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે તેની માહિતી નીચે પ્રમાણે છે.
જૈન ઐતિહાસિક ગૂર્જર કાવ્યસંચયમાં શ્રી આણંદવિમલસૂરિ સ્વાધ્યાય, શ્રી તેજરત્નસૂરિ સ્વાધ્યાય, શ્રી સંયમરત્નસૂરિ સ્તુતિ, શ્રીમતી ઉદયચૂલા સ્વાધ્યાય, શ્રી ગુણનિધાનસૂરિ સ્તુતિ વગેરે કૃતિઓ પ્રાપ્ત થાય છે. સજઝાયના પર્યાયરૂપે સ્વાધ્યાય અને સ્તુતિ શબ્દ પ્રયોગ થયો છે. વર્તમાનમાં સક્ઝાયનો જે અર્થ છે તેના મૂળમાં ચરિત્રાત્મક નિરૂપણ - ગુણ વર્ણન કે ગુણગાન દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org