________________
સંગીત અને નાટક માનવ અને પશુ સૃષ્ટિને પણ આકર્ષક લાગે છે. નાટકનો પ્રાચીન સંદર્ભ આપતાં શ્રી નાહટાજીએ ભગવાન મહાવીરની ભક્તિરૂપે સૂર્યાભદેવ પ્રભુની આજ્ઞા લઈને પોતાની દૈવી શક્તિથી ૩૨ પ્રકારનાં નાટક કરે છે તે જણાવ્યું છે. ૧૨મીથી ૧૫મી સદીના સમયમાં રાસ-ચર્ચરીફાગુ જેવા કાવ્ય પ્રકારોમાં રસ-અભિનય અને નૃત્યનાં લક્ષણો જોવા મળે છે. સપ્તક્ષેત્ર રાસની પંક્તિઓ નીચે પ્રમાણે છે :
બઈસઈ સહૂઈ શ્રમણ સંઘ સાવય ગુણવંતા, જોયઈ ઉચ્છાયુ જિનહ જુવરિવ મનિ હરય ધરંતા // તીછે તાલારસ પડઈ ભાડ પઢતા, અનઈ લકુટારસ જોઈ ખેલા નાચંતા ૪૮ સવિતું સરીખા સિણગાર સવિ તેવડ તેવડા, નાચઈ ધામીય રંભરે તઉ ભાવઈ રૂડા || સુલલિત વાણિ મધુરિ સાદિ જિન ગુણ ગાયંતા, તાલમાનું છંદગીત મેલુ વાજિંત્ર વાજંતા II (પા. ૧૩૮)
જૈનાચાર્યોના નગર પ્રવેશ વખતે રાસ-ચર્ચરીની સાથે ધવલ-મંગલ ગીત ગવાતાં હતાં.
પુર મધ્યે સ્થાને સ્થાને રંગભરેણ પ્રેક્ષણીયકે નિષ્પદ્યમાને દાને ચ વ્યાતિયમાને, દીનમાનાયાં, ધવલેષગીયમાનેશુ. (પા.૧૩૯)
સં. ૧૩૩૭ બીજાપુર મેં વાસુપૂજ્ય જિનાલય કે મહોત્સવ પ્રસંગ પર લિખા ગયા હૈ. (પા. ૧૩૯)
સં. ૧૩૩૭માં બીજાપુર શહેરના વાસુપૂજય સ્વામી જિનાલયના મહોત્સવમાંનો સંદર્ભ “ખાલ' વિશે માહિતી પ્રાપ્ત કરવામાં ઉપયોગી છે.
સ્થાને સ્થાને પ્રભુદિતજનેનદીમાનેષુપ્રધાનરાસસકેવુ નાનાવિયણિ માર્ગેવુ ગીય માનેશુ વિવિધ પ્રવર ચર્ચરી શ્રેણી શતેષા
(પા. ૧૩૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org