________________
આચાર્યપદ પ્રદાન કર્યું હતું. સં. ૧૫૮૪માં અંચલગચ્છના ગચ્છાધિપતિ પદે સ્થાપના કરવામાં આવી હતી.
પૂ.શ્રીના ગુણોની માહિતી આપતી પંક્તિઓ નીચે પ્રમાણે છેઃ નયર તંબાવઈ માગવંસજૂઓ સાહવિજ્જાફરો બીવ યાદવ જૂઉ ગચ્છનાયકપલંદાવયે જાવઉ જાણ ચઉરાસીઈ કઈ જુગ્ગોઆગઉ.(૭) ગુણનિહાણમિહા સુહમ સમ ગણહરાં ગંગજલ વિમલકલકિત ધવલધરા, પુવરસ સરસિ સુહસંત રસ સાયરા; બહૂઅવર સાણવિહરત સૂરી સરા. (૮) ઈય અઈસય ભાજસિરિ જિનશાસન કાનન પંચાનન પવર; વિબુહાવલિ બોહણ ગુણમણિ રોહણ, ગુણનિધાન ગુરુજયઉચિ(૯) (ગા. ૭ થી ૯, પા. ૨૨૩)
સ્તુતિ મૂલક બે કૃતિઓ પટ્ટાવલી એટલે કે ગચ્છ. ગુરુપરંપરાના સંદર્ભમાં ઐતિહાસિક વિગતો પૂરી પાડવાની સાથે દીક્ષા અને ગુરુના ગુણોનો વૈભવ પ્રગટ કરીને ગુરુ મહિમા ગાવાનો પ્રશસ્ય પ્રયત્ન થયો છે. તેમ છતાં તેના પાપમાં ત્યાગ પ્રધાન - સર્વ વિરતિ યુક્ત જીવન હોવાથી સજઝાયના પર્યાય તરીકે પણ સંદર્ભ પૂરો પાડે છે.
શ્રી પ્રતિક્રમણ હેતુ ગર્ભિત સ્વાધ્યાય સ્વાધ્યાય પ્રકારની કૃતિઓમાં ચરિત્રાત્મક નિરૂપણ હોવાની સાથે સ્વાધ્યાયનો અર્થ ચરિતાર્થ કરતી ઉપા. યશોવિજયજીની કૃતિમાં પ્રતિક્રમણ વિશેના આત્મશુદ્ધિ માટેના વિચારો દર્શાવ્યા છે. આ સ્વાધ્યાયની રચના ૧૯ ઢાળોમાં સં. ૧૭૨૨માં થઈ છે.
આરંભના દુહા જોઈએ તો: શ્રી જિનવર પ્રણમી કરી, પામી સદ્ગુરુ પસાય; હેતુગર્ભ પડિક્કમણનો, કરશયુ સરસ સજઝાય ૧
૨૦૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org