Book Title: Jain Sahityano Swadhyaya
Author(s): Kavin Shah
Publisher: Ritaben Kirankumar Shah

View full book text
Previous | Next

Page 221
________________ (ગા. ૧૩ થી ૧૬) શ્રી સંયમરત્નસૂરિના ગુણો વિશે માહિતી આપતી પંક્તિઓ નીચે પ્રમાણે છે. સકલ શાસ્ત્ર પ્રવીણ પ્રસીદ્ધી મહી મંડલિ જયવંતુ, પ્રાગવંશ કુલિ કમલ દિનકર, જસુ પિતા વ્યવદતું. (૨૨) ધન ધન તુઝ માડલી રે, કૂંખ રયણ મલ્હાર, ધન સહિગરૂ જેણિ દીખીયા રે, તપ જપ જ્ઞાન ભંડાર. (૨૩) ધરમ મૂરતિ વલી તુમ્હ તણી રે, જન અંબુજ બોધ હંસ શ્રી સંયમરત્નસૂરિ ચિરર્યું રે, સાધુ મંડલિ અવસ. (૨૪) (ગા. ૨૨ થી ૨૪) પૂ. સંયમરત્નસૂરિની રચના આગમગચ્છના પટ્ટધરની ઐતિહાસિક વિગતોથી સમૃદ્ધ છે. ૧૬મી સદીની આ પ્રકારની રચના દ્વારા સંયમનો અને તેની સાથે આગમગચ્છના પટ્ટધરનો મહિમા ગાવામાં આવ્યો છે. (૪) સ્તુતિ પ્રકારની અન્ય રચના પૂ. ગુણનિધાનસૂરિ સ્તુતિઃ અચલગચ્છના કોઈ શિષ્ય કરી હોય એમ અનુમાન કરવામાં આવે છે. નવ કડીની આ રચનામાં કવિ નામનો ઉલ્લેખ નથી પણ જન્મ-દીક્ષા સૂરિપદ અને ગુણાનુવાદનો સમાવેશ થયો છે. પૂ. શ્રી અંચલગચ્છના ૬૨મા પટ્ટધર હતા. એમનો જન્મ પાટણમાં સં. ૧૫૪૮માં થયો હતો. સંસારી નામ સોનપાલ હતું. પૂ. સિદ્ધાંતસાગરજી મહારાજ વિહાર કરીને પાટણ પધાર્યા હતા ત્યારે પિતાશ્રીએ પૂ.શ્રીની વાણીથી પ્રભાવિત થઈને સોનપાલને દીક્ષા આપવા માટે વિનંતી કરી અને સોનપાલ વજસ્વામીની માફક બાલ્યાવસ્થામાં સં. ૧૫૫૨માં દીક્ષિત થઈને શાસ્ત્રાભ્યાસમાં પારંગત થયા હતા. સં. ૧૫૬૫માં ભાવસાગરસૂરિએ જંબુસરમાં (૨૦૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270