________________
-
=
( ૬. સંધિ કાવ્ય સ્વરૂપ અને સમીક્ષા
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો પર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશનો પ્રભાવ પડ્યો છે. “સંધિ' સંજ્ઞાવાળા કાવ્યો અપભ્રંશ ભાષામાં પ્રાપ્ત થાય છે.
“સંધિ' નો શબ્દાર્થ વિચારીએ તો જોડાણ. વ્યાકરણની દષ્ટિએ આ જોડાણ એટલે સ્વર સંધિ અને વ્યંજન સંધિ. બે શબ્દોના જોડાણને સંધિ કહેવાય છે. કાવ્યની દૃષ્ટિએ વ્યાકરણનો અર્થ અભિપ્રેત નથી.
સંસ્કૃત મહાકાવ્યોમાં વસ્તુ વિભાજન માટે “સર્ગ અને પ્રાકૃત મહાકાવ્યોમાં “આખ્યાન' શબ્દપ્રયોગ થાય છે તેવી રીતે અપભ્રંશ મહાકાવ્યોમાં સંધિ' શબ્દ પ્રયોગ થાય છે. સંધિ એટલે અપભ્રંશ મહાકાવ્યની રચનામાં વસ્તુ વિભાજન માટે પ્રયોજાતો શબ્દ. ૧. સંધિબદ્ધ કાવ્યમાં પણ વિભાજન માટે “કડવક' શબ્દપ્રયોગ થયો છે. અપભ્રંશ મહાકાવ્યો સંધિબદ્ધ છે. આ કાવ્યના આરંભમાં આઠ પંક્તિનું અથવા આઠ કડીઓનું કડવક હોય છે. કડવકને અંતે “ધત્તા' નામની એક કડી હોય છે. કડવકની પંક્તિઓ અન્યાનુપ્રાસયુક્ત હોય છે. આ કાવ્યનું બાહ્ય સ્વરૂપ વિચારીએ તો આરંભની એક કડીની રચનામાં દેવ-ગુરુની સ્તુતિનો મિતાક્ષરી ઉલ્લેખ કરીને સંધિ કાવ્ય રચવામાં આવે છે. તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. કડવકમાં ઓછામાં ઓછી ૮ પંક્તિઓ અને વધારેમાં વધારે ૪૦ પંક્તિઓ હોય છે. કડવકને અંતે કર્તાના નામનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. તદુપરાંત ફળશ્રુતિનો નિર્દેશ કરવામાં આવે છે. પ્રાકૃત કથા કાવ્યોમાં વ્યક્તિના ચરિત્રના વિવિધ લક્ષણો અને પ્રસંગોનું વર્ણન કાવ્યના સૌંદર્યમાં અભિવૃદ્ધિ કરે છે. રસનિષ્પત્તિ કાવ્યના એક મહત્ત્વના લક્ષણ તરીકે ગણવામાં આવે છે. પ્રાકૃત અને અપભ્રંશ કાવ્યોમાં વર્ણન અને રસનિરૂપણના મિશ્રણવાળી કૃતિઓ રચાઈ છે. ધનેશ્વરસૂરિનું “સૂરસુંદરીચરિય' (ઈ.સ. ૧૦૩૮), વર્ધમાનસૂરિનું
(૫૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org