________________
મંગલ કર્યું છે એવા સૂર્યરૂપી મંગલ સમાન, દયાળુ એવા જિનેશ્વરદેવને દયાવાળા હે જનો તમે નમો. દેવ એટલે કે રાજા નહિં હોવા છતાં પણ દેવતાઓ અને મનુષ્યોના રાજાઓને માટે ઉચિત એવા ચામરો વડે શોભિત, એવા હે જિન, આપ જેના મનમાં ભ્રમર બનીને ૨મો-રહો છો તે મનુષ્ય સતત આપના બે પગ રૂપી કમળો ઉપર ભ્રમર બનીને રમે છે અને સતત મકરંદનો આસ્વાદ લે છે અને સાધુઓને તેનાથી તૃપ્ત બનીને તે આનંદ આપે છે. વામા માતાના પુત્ર એવા જિન મહોદયમાં વસી રહ્યાં છે, મહોદય એટલે મુક્તિમાં વસે છે, જીવોના શુભ પુણ્યરૂપી વેલડીને માટે મૂળ સમાન અને વસંતઋતુ સમાન સારાં મનવાળા અને માન વિનાના એવા પાર્શ્વને યાદ કરીને તે જીવો વૈમાનિક દેવલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થાય છે.
કલ્યાણના મૂળ માટે તેનો કચરો-મેલને સાફ કરવા માટે પાણી સમાન, લોકોના અનેક પ્રકારના મેલને દૂર કરતાં, સત્પુરુષોને માટે મહાનંદ આપનારા, મહોત્સવ માટે કમળ સમાન, સાધુઓ રૂપી હંસ માટે પદ્મ સમાન એવા પાર્શ્વનાથ ભગવાન મહાનંદ આપનારા થાઓ.
કલ્પવૃક્ષની ઉપમા સમાન, પૂર્ણ ચંદ્રના ઉદય સમાન, લોકોને આનંદિત કરતા, પિતાના વંશને માટે હંસની જેમ ઉજ્જવલ પ્રભાવાળા, પ્રભાથી સહિત એવા પાર્શ્વનાથને મનમાં વહન કરું છું એટલે કે રાખું છું.
કલ્યાણના મૂળ માટે જિનરૂપ ચંદ્રરસ-ચંદ્રની જ્યોત્સનાથી સહિત એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનની, જેમની તુલના ન કરી શકાય એવા આ જિનની કંઈક સેવા કરવાની ઈચ્છાથી, જિનાધિપની મેં સ્તુતિ કરી.
E - જિનચંદ્રસૂરિ કપાટલોહશ્રૃંખલાષ્ટકમ્
શ્રીજિનચંદ્રસૂરીણાં, જયકુજ્જરશૃંખલા શ્રૃદ્બલો ધર્મ શાલાયાં ચતુરે કિમસૌ સ્થિતા ॥૧॥
શ્રૃંđલા ધર્મ શાલાયાં, વાસિતાં પાપનાશિનામ્ । શિવસદ્મસમારોહે, કિમુ સોપાનસન્નતિ ॥૨॥
Jain Education International
૯૯
For Private & Personal Use Only
www.jainelibrary.org