________________
ત્રાકથી સૂતર નીકળે છે.
અગ્નિખૂણામાં અગ્નિ સ્થાપન કરવામાં આવે છે. વર-કન્યા પૂર્વદિશા સન્મુખ લગ્ન મંડપની ચોરીમાં બિરાજે છે. છેડાગાંઠ બંધન કરવામાં આવે છે તેનો ઉલ્લેખ કરતા કવિના શબ્દો છે :
વેદ મંત્ર ભણીને ગુરુ રે, બોલે મુખથી એમ સુરનરની સાખે કરી રે, જોડ્યા સંબંધ એમ. l/૨૦ll ઈમ કહી છેડા બાંધિયા રે, મંગળ વર્તતા કાજ, ગુરુ કહે ફરો પ્રદક્ષિણા રે, આનંદ રંગે સમાજ. ર૧l
પહેરામણીમાં કિંમતી વસ્ત્રો અને આભૂષણ આપવામાં આવે છે. ગામની અને સીમાડાની સ્ત્રીઓને પણ પટોળાં આપવામાં આવ્યાં હતાં. ગોરજીને અને બ્રાહ્મણને દક્ષિણા આપી સંતુષ્ટ કર્યા. ભિક્ષુકોને પણ દાન આપવામાં આવ્યું.
પારસનાથ વિવાહલો કૃતિમાં વિવાહ પ્રસંગનું અક્ષરશઃ વર્ણન છે. નાની-મોટી બધી જ વિધિના આચારનું પાલન કરવામાં આવ્યું છે. વલી આ ભૌતિક વિવાહમાં ઈંદ્ર-ઇંદ્રાણી અને દેવ-દેવીઓનું આગમન એક આશ્ચર્યજનક ઘટના છે. આ દૈવીતત્ત્વનો પ્રયોગ કોઈ નવી વાત નથી. પ્રાચીન, ગ્રીક નાટકો અને અન્ય અંગ્રેજી કૃતિઓમાં પણ આવો સંદર્ભ મળે છે જે સુપરનેચરલ એલીમેન્ટ તરીકે ગણાય છે. સાહિત્ય કલામાં આ પ્રયોગ સાનંદાશ્ચર્ય દ્વારા કલાત્મક કૃતિ તરીકે સ્થાન ધરાવે છે. મમ્મટે કાવ્ય પ્રકાશમાં કાવ્યનાં પ્રયોજનોમાં “વ્યવહાર વિદે” નો ઉલ્લેખ કર્યો છે તેનો પરિપૂર્ણ સંદર્ભ આ વિવાહલોમાં ચરિતાર્થ થયો છે.
આ કલાત્મક વિવાહલોનું શબ્દચિત્ર કર્ણપ્રિય, નયનરમ્ય અને હૃદયસ્પર્શી હોવાની સાથે રસ-ભાવના સમન્વયથી ઉત્તમ કક્ષાનું સ્થાન ધરાવે છે.
આ કાવ્ય કૃતિમાં ભૌતિક, આધિ ભૌતિક – દૈવી વ્યવહારનો સુભગ
( ૧ ૪૪ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org