________________
પૌરાણિક કે ઐતિહાસિક પાત્રોથી અભિવ્યક્તિ થાય છે. મધ્યકાલીન સાહિત્યની જ્ઞાન અને ભક્તિ માર્ગની કેટલીક રચનાઓમાં આવો સંદર્ભ પ્રાપ્ત થાય છે. ધીરા ભગતની અવળવાણીનાં પદો આ પ્રકારનાં દષ્ટાંતરૂપ છે.
પ્રો. હીરાલાલ આર. કાપડિયાએ હરિયાળી વિશે શ્રી સિદ્ધચક્રમાસિકના ૧૨મા વર્ષના ત્રીજા અંકમાં કેટલીક વિગતો પ્રગટ કરી છે તેની માહિતી આ સ્વરૂપના સંદર્ભમાં પ્રગટ કરવામાં આવી છે. પ. પૂ. આગમોદ્ધારક સાગરાનંદસૂરિના સહયોગથી પ્રો. કાપડિયાએ હરિયાળીઓના અર્થ આત્મસાત કર્યા હતા અને હરિયાળીઓની રચના પણ કરી છે. જૈન સાહિત્યમાં એક માત્ર પ્રો. કાપડિયાનું હરિયાળી કાવ્ય પ્રકારમાં ઐતિહાસિક ગૌરવ પ્રદાન કરાવે તેવું છે.
પ્રાકૃત સંદર્ભ: જય વલ્લભ કૃત હિયાલી-
વજીનાં ૧૪ પદો પ્રાકૃતમાં પ્રાપ્ત થાય છે. શ્રી લક્ષ્મણ ગણિ કૃત – સુપાસના ચરિત્રમાં પ્રહેલિકાનો પ્રયોગ થયો
શ્રી જ્ઞાનવિમલસૂરિના પ્રાકૃત અને સંસ્કૃતમાં શ્રીપાળ ચરિત્રમાં હરિયાળીઓ સ્થાન ધરાવે છે.
કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કૃત કાવ્યાનુશાસનથી પ્રહેલિકા પ્રાપ્ત થાય છે.
રત્નશેખરસૂરિ રચિત ‘આચાર પ્રદીપ' ગ્રંથમાં હરિયાળીઓનો સમાવેશ થયો છે.
કવિ દંડિના કાવ્યાદર્શનમાં ૧૬ પ્રહેલિકાઓ છે. સરસ્વતી કંઠાભરણ ગ્રંથમાંથી પ્રહેલિકાઓ પ્રાપ્ત થાય છે.
સુભાષિત રત્ન ભાંડાગારમાં ૩૯ પ્રહેલિકાઓનો સંચય થયો છે.
(૧૬ ૧)
(૧૬ ૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org