________________
તેની સાથે જ મેં રમણ કર્યું છે. તેના વક્ષસ્થળમાં વાસ કર્યો છે. હું એને પ્રિય કહેતી હતી. એ જ મારું ભરણપોષણ કરો. ગાથાર્ધ આ પ્રમાણે :
લજ્જાનો ત્યાગ કરી મને કંઠમાં ગ્રહણ કર એ તેં સાંભળ્યું ન હતું? ચંદ્રની જેમ કલાના સ્થાન જેવો પ્રિય અભ્યર્થના કરો. ગાથાર્થ આ પ્રમાણે :
નયનને આનંદ આપનાર, શાંતિ ઉત્પન્ન કરનાર, કિરણો પ્રસરાવનાર (અથવા હાથ લંબાવનાર), કળાસ્થાન જેવો પ્રિય અભ્યર્થના કરવા છતાં મેળવી શકાતો નથી.
‘સંવિધાનક' આ પ્રમાણે :--
અરે, તે નિર્લજ્જને કહેજે કે આવું પરલોક વિરુદ્ધ કાર્ય કરીને તો અંધકારવાળી ઘો૨ નરકમાં સંબલિવનમાં જવું પડે છે.
અહીં સંવિધાનક છે. કોઈએ પ્રાર્થના કરવા દૂતીને મોકલી ત્યારે કોપેલી નાયિકા તેને જવાબ આપે છે. ૫૨દારગમન કરવાથી નિશ્ચિત નરકમાં ફૂટ સંબલિવનમાં ફેંકાય છે. પરંતુ અહીં તેણે સંકેત આપ્યો. પરલોક એટલું પારકું માણસ અર્થાત્ દૂતી. આ કાર્ય માટે તારે સંબલિવનમાં જવું. કયે વખતે? અંધકાર સમયે. હે પુરુષ! તારે ત્યાં આવવું. હું પણ ત્યાં આવીશ. આ પ્રમાણે સંવિધાનક.
ગાથારાક્ષસ આ પ્રમાણે :
આટલું જ માત્ર કહેતાં પથિક મૂર્છા પામ્યો.
આ પાછળનું અર્ધું ચરણ છે. આગળનું ચરણ કયું? ‘તેને રાક્ષસ જેવું સર્વત્ર લાગે છે.’
‘પ્રથમાક્ષરની રચના' આ પ્રમાણે :
દાન, દયા અને દાક્ષિણ્યવાળી, સર્વ તત્ત્વ પ્રત્યે સૌમ્ય પ્રકૃતિવાળી અને હંસી માફક શુદ્ધ પક્ષવાળી હોવાથી તું દર્શનીય છે.
અહીં પાદના પ્રથમ અક્ષરો લેવાથી ‘દાસોડહં' એ પ્રમાણે તેની
Jain Education International
૧૫૬
For Private & Personal Use Only
www.jainelibrary.org