________________
કવિ કહે કાંતિ દસસિર પ્રતેં ભણતિ એમ મંદોદરી. ૧ હે રાજન ગર વિષ સમાન એહ સીતા નારી તેહને તું આદરી કીમ આણે છે? છાંડિ સાચો રહી જસ રોપિ જગમાં તું રાણાઓના મંડલમાંહિ રયાણો છઉં માટે સીખ તું છું જૂનો લંકાગઢ ખોઈ મા એ માહરી સીખ અકલને સિરે માથે રાખિ જાણતો નથી શ્રી રામચંદ્ર પરાણે બલાત્કારે પાજ લાંધીને એ પુર લંકાની ફતેહ કરિ લેસ્થે એહ સીતાને સૂરત ને વાસવે ઈમ વડાઈ ખોઈસ તું તાહરી કવિ કાંતિ કહે રાવણ પ્રતે કહઈ છઈ મંદોદરી.
ઈહાં રાજનગર આદિરઆણં સાચોર વાવિ રાણપુર, માંડલ, મહિસાણો, જૂનોગઢ, રામપુરો, ફતેપુર, વાસણા, સુરતિ, વૈડિ, એતલા ગ્રામ
નામ જાણવા.
શામળ ભટ્ટની એક સમસ્યાનું ઉદાહરણ નીચે મુજબ છે. નારી નીરખી નીચ, જુઓ લક્ષણ કહું જેનાં, અંગે ઉજળી આપ, બાપ મા કાળાં તેનાં. નહીં હાથ નહીં પાગ, કુલક્ષણ તેની કાયા મુખ નાસા છે નેણ, નહીં મમતા કે માયા, તે નહીં પશુ પક્ષી માનવી, નહીં જીવા જોવી જદા, શામળ કહે સુમતિ સલક્ષણા, તે શોધી જોશે સદા. જ્વાળ-લવણ (મીઠું) (કાવ્ય દોહન પા. ૧૭૬)
પ્રાકૃત ભાષાની સુપ્રસિદ્ધ ‘કુવલયમાળા કથા' ની રચના. આ. ઉદ્યોતનસૂરિએ કરી છે. તેમાં પ્રહેલિકાનો પ્રયોગ થયો છે. પ્રહેલિકા કવિની દૃષ્ટિએ વિશિષ્ટ પ્રકારની અભિવ્યક્તિની કળા - ચમત્કાર છે તો શ્રોતાઓને માટે શિષ્ટ અને બુદ્ધિયુક્ત મનોરંજનનું એક સાધન છે. મૂળ પ્રાકૃત કથાના ગુર્જરાનુવાદમાંથી પ્રહેલિકા પ્રગટ કરવામાં આવી છે.
Jain Education International
૧૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org