________________
સત્તરમી સદીના હેમરત્નસૂરિની રચના ગોરા બાદલ કથા અથવા પદમણી ચોપાઈ સં. ૧૯૭૪ની પ્રાપ્ત થાય છે. અહીં કવિએ કથા સંજ્ઞા સાથે ચોપાઈનો પ્રયોગ કર્યો છે. આ કવિની સીતાચરિત્રની રચના ૭ સર્ગમાં છે. તેમાં મુખ્યપણે ચોપાઈ, છંદ, દુહા અને કેટલીક ઢાળનો પ્રયોગ થયો છે.
કવિ સુમતિ કીર્તિસૂરિએ સં. ૧૯૨૭માં ગૈલોક્ય સાર ચોપાઈ અથવા | ધર્મધ્યાન રાસની રચના કરી છે. તેમાં ચોપાઈ અથવા રાસ સંજ્ઞાનો પ્રયોગ થયો છે.
કવિ સમયસુંદરે સં. ૧૬૬૮માં મૃગાવતી ચોપાઈ અથવા ચરિત્ર અથવા આખ્યાનની રચના કરી છે. અહીં ત્રણ કાવ્ય સંજ્ઞાઓનો પ્રયોગ થયો છે. કવિના શબ્દોમાં ચોપાઈ શબ્દ પ્રયોગ નીચે પ્રમાણે પ્રાપ્ત થાય છે. ૩. મોહણવેલિ ચઉપઈ સુણતાં ભણતાં નઈ વલિ ગુણતાં
સમયસુંદર દઈ સંધ આશીસા રિદ્ધિ વૃદ્ધિ સુજગીશા.
આ કવિની બીજી રચના સીતારામ પ્રબંધ અથવા ચોપાઈ સં. ૧૬૮૭ની પ્રાપ્ત થાય છે. આ રચનામાં વિવિધ દેશીઓનો પ્રયોગ થયો છે.
રાસ રચનામાં દેશીઓ અને છંદની સાથે ચોપાઈનો પણ પ્રયોગ થયો છે. દા.ત. કવિ ઋષભદાસના અજાકુમાર રાસમાં ચોપાઈનો પ્રયોગ નીચે મુજબ છે. ૪. ઋષભ કવી ગુણ તારા ગાય હઈ હઈ હરષ ઘણેરો થાય
સકલ કવીનિ લાગી પાયમિ ગાયુ મુનીવર ઋષિરાય, ગાતાં સુણતાં કવતાં કયાધિ, દૂષણજે દિસે મતિ માંહિ, તે પંડિત ટાલેમ્પ તુમ્ય, એણી વતિ સુષ લહસ્થે અમ્યું, આગઈ જે મોટા કવિરાય, તાસ ચર્ણરજ કવિ ઋષભાય, મુરિષ મૂઢ શરોમણિ, સહી ગુરુ સેવાઈ એ બુધિ લહી, તે ગુરુ જતિમાંહિ મોટો ધીર, સીલિ એડવો ગંગાનીર
૬૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org