________________
તે ગુરુના ગુણ ગાવતાં રે, વંછિત કાજ સરંતિ | વંછિત કાજ સતિ સદાઈ, શ્રી જિણચંદ સુરિ વાંદઉ મઈ એ ચંદ્રાઉલો ભાસ મઈ ગાઈ, પ્રીતિ સમયસુન્દર મનિપાઈ જા. ઇતી શ્રી યુગપ્રધાન જિનચંદ્રસૂરીણાં ચંદ્રાઉલા ગીત સંપૂર્ણમ્ I
(કુસુમાંજલિ પા. ૩૬૮) ૩. કવિ જયવંતસૂરિએ સીમંધર ચંદ્રાઉલાની રચના ૨૭ કડીમાં કરીને પરંપરાગત રીતે સીમંધર સ્વામીના ગુણ ગાયા છે. સીમંધર સ્વામીના સ્તવનમાં જે વિચારો પ્રગટ થાય છે તેનું જ અહીં નિરૂપણ થયું છે. નવીનતા એ છે કે કવિએ ચંદ્રાઉલા દેશીનો પ્રયોગ કર્યો છે.
કવિએ સીમંધર સ્વામીનો મહિમા ગાતાં જણાવ્યું છે કે, તું ત્રિભુવન મનમોહન સ્વામી, વિજયવંત પુષ્પકલાવતી, ત્રિભુવન દીપઈ, કેવલ જાની.
કુમત જ જીવઈ, વગેરે વિશેષણો દર્શાવીને ભગવાનને વિનંતી રૂપે ચંદ્રાઉલાની રચના કરી છે. ભરતક્ષેત્રથી દૂર વસેલા આપનું વારંવાર સ્મરણ થાય છે.
કવિએ ભક્ત હૃદયના વિરહનું કરૂણરસમાં ભાવવાહી નિરૂપણ કર્યું છે. સીમંધર સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરે છે પણ ભરતક્ષેત્રના માનવીઓ ત્યાં પહોંચી શકતા નથી છતાં પ્રતિદિન એમનું સ્મરણ-ગુણગાન કરે છે. પ્રભુ દર્શન ક્યારે થશે તેની આકાંક્ષા રાખે છે. દષ્ટાંતરૂપ પંક્તિઓ નીચે પ્રમાણે છે.
અરતિ અભૂખ ઉનાગરઉરે, આવરણ નિશિ દી હો, અહવા તે દુરજન બોલડા રે, તેઈ સંતાપ્યા નેહે, તઈ સંતાપ્યા ફિટિર ઝૂરી ઝૂરી પંજર હુઈ દેહ, તુમ્હથી શીખ હવ નહીં મુજ હુઈ, નેહન કીજઈતાં સુખ તેહી) જી-જીવન. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org