________________
વિજઈસેનસૂરી તેહનું નામ, જેણઈ વશ કીધો વ્યરૂઓ કામ તેહ તણઈ ચરણિ અનંસરિ, રાજરષી ગુણમાલા કરી સંવત સોલ સીતેર્યુ જસઈ, ચેત્રી શુદિ દિન બીજહ તસિં ગુરુવારિ કીધો અભ્યાસ, ગંગાવતીન્હા ગાયુ રાસ પ્રાગવંશ વડોજો ખાસ, સાંગણસૂત કવી ઋષભદાસ.
કવિ ઋષભદાસના હિતશિક્ષા રાસમાં ચોપાઈનો ચોપાઈની દેશી તરીકે પ્રયોગ થયો છે. ઉદા. જોઈએ તો નીચે મુજબ છે. ૫. ઘણાં લોકો વસે છે ત્યાંહિ રાસ રચ્યો ત્રંબાવતી માંહિ
સકલનગરને નગરી જોય સંબાવતી તે અધિક હોય પછી જેમ હીરવિજયસૂરિ રાસમાં છે તેમ ખંભાતનું વર્ણન છે. પુણ્યવંત પોષધ કરતાં ત્યાંહિ સાહષ્મીવાત્સલ્ય હો એ પ્રાપ્તિ એ નગરીની ઉપમા ઘણી જહાંગીર પાદશાહ જેહનો ઘણી તે ત્રંબાવતી માંહે રાસ જોડતાં મુઝ પહોતી આશ યુગલ સિદ્ધિ અને ઋતુચંદ ૧૬૮૨ જુઓ સંવત્સર ધરી આનંદ માધવમાસ ઉજવલપંચમી ગુરૂવારે મતિ હોયે સમી. મેં ગાયો હિત શિક્ષા રાસ બ્રહ્મસુતાયે પૂરી આશ શ્રી ગુરૂ નામે અતિ આનંદ વંદૂ વિજયસેન સૂરીશ.
ઉપકેશગચ્છના કવિ કર્મસિંહકૃત નર્મદા સુંદરી ચોપાઈ (સં. ૧૬૭૮)નો આરંભ દુહાથી થયો છે. ત્યારપછી કવિએ અંતમાં ચોપાઈ છંદમાં પ્રયોગ કર્યો છે. નમૂનારૂપ પંક્તિઓ જોઈએ તો ૬. શ્રી તપગચ્છપતિ અકલ અબીહ વિજયસેન સૂરિસર સીહ
તાસ ચરણ પંકજ કલહંસ કનકવિજય કોવિદ અવતંસ તેહ તણઈ સીસંઈ નિરમલી ગણિ ગુણવિજઈ નિજ મનરલી. ચઉપઈ એહ રચી ચઉસાલ સાંભળવા સરખી જ રસાલ.
૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org