________________
સંપાદકીય વકતવ્ય
લગભગ ત્રણેક વર્ષથી બંધ પડેલું આ પત્ર કેટલાક સાહિએ પ્રેમી નેહિઓની ઇચ્છા અને અમારી પોતાની “લત”ને લઈને ફરી એકવાર ચાલુ કરવાનો પ્રયત્ન અમે યચ્છાએ આદર્યો છે. આ વખતથી લેખ વગેરેનું ધોરણ આગળ કરતાં જે વધારે વ્યાપક રાખ્યું છે તે આ અંક પરથી સુજ્ઞ વાચક સારી પેઠે સમજી શકશે.
આ વખતથી પત્રને “વૈમાસિક” નહિ પણ “ચાતુમાં સિક” તરીકે પ્રસિદ્ધ કરવાને અમે વિચાર રાખ્યું હતું અને તે જ પ્રમાણે જાહેરાતમાં છપાવ્યું પણ હતું. પરંતુ પૂજ્ય મહાત્માજી પાસે જ્યારે અમે આ પત્ર માટે તેમનો આશીર્વાદાત્મક “સંદેશ” લેવા ગયા ત્યારે તે લખતી વખતે તેમણે “પ્રત્ર કેવું છે માસિક કે?–? આ પ્રશ્ન કર્યો જેના ઉત્તરમાં અમારા હેઠેથી અભ્યાસવશ “ત્રમાસિક” એ શબ્દ નીકળી ગયો અને મહાત્માજીની કલમથી તક્ષણે જ તે કાગળ ઉપર લખાઈ ગયે. બીજી જ ક્ષણે અમને અમારી ભૂલ જણાઈ પણ મહાત્માજી પાસેથી “ત્રિમાસિક” શબ્દને બદલે “ચાતુર્માસિક” શબ્દ બદલાવે અમને ઠીક ન લાગતાં અમારે વિચાર જ બદલ અમને વધારે સરલ લાગ્યો અને તેથી જાહેરાતમાં “ચાતુર્માસિક” જાહેર કરીને પણ આ અંકના મુખપૃષ્ઠ ઉપર અમે “ત્રિમાસિક” નામ પ્રસિદ્ધ કરીએ છીએ અને એ જ રૂપે હવે એ પ્રકટ કરવામાં આવશે.
આ પત્રના પ્રસ્તુત પુનરવતાર માટે અમે અમારા કેટલાક અજેન વિદ્વાન મિત્રોને પણ લેખ લખી મોકલવાનું નિમંત્રણ આપ્યું અને તેના ઉત્તરમાં શ્રીયુત કેશવલાલ હ. ધવ, શ્રીયુત બલવંતરાય ક. ઠાકર, શ્રીયુત નાનાલાલ ચ. મહેતા, શ્રીયુત રવિશંકર મ. રાવલ, શ્રીયુત રામનારાયણ વિ. પાઠક, શ્રીયુત ડૅ. હરિપ્રસાદ વ. દેશાઈ, કાકા સાહેબ કાલેલકર વગેરે ગૂજરાતના પ્રસિદ્ધ લેખક-સાક્ષરોએ સહદયપૂર્વક અમારી ઝોળીમાં ભીક્ષા આપીને કે આપવાની ઈચ્છા દર્શાવીને જેન ધર્મ પ્રત્યે પોતાને જે સદ્ભાવ બતાવ્યું તે માટે એ બધા અમારા વિદ્વાન મિત્રોના, અમારી સાથે અમારા વાચકે પણ કૃતજ્ઞ થશે એવી આશા છે.
જાહેરાતમાં જે જે વિષયે આ અંકમાં પ્રકટ કરવાની અમે પ્રસિદ્ધિ આપી હતી તે બધા આમાં ન આવી શક્યા જેનું કારણ સ્પષ્ટ છે. બહારના મિત્રોના જે લેખો અમારી પાસે આવી પહોંચ્યા તેમને પ્રકટ કરવાના લાભને અમે છોડી ન શક્યા હોવાથી નિર્ધારિત લેખેને અમારે આગળના અંકો માટે મુલતવી રાખવા પડયા છે, એટલું જ નહિ પણ એ બહારના અભીષ્ટ લેખને પુરતું સ્થાન આપવા માટે અમારે મર્યાદા કરતાંયે ૬-૭ ફામ વધારે આપવા પડ્યા છે.
ચિત્રો પણ સંકલિપત સંખ્યા કરતાં વધારે મુકાયું છે. ભવિષ્યના અકે પણ આ જ પ્રમાણે આકર્ષક અને ઉત્તમ લેખોના સંગ્રહોથી ભરેલા હશે.
આ અંકનું દર્શન-વાચન-મનન કરીને સુજ્ઞ બંધુઓ પોતાનું જે ગ્ય કર્તવ્ય હોય તે કરે એટલું જ સૂચવી આજે તે વિરમીએ છીસોદી ફાગુણ વદ ૧૦ ગુરૂવાર
સંવત ૧૯૮૩
Aho! Shrutgyanam