________________
એહિજ નગરમાંહે અછે, સાગરદત્તને જાતરે; ભ૦ જે મન માને તુમ તણું, જુગતી જોડી અવદાત રે. ભ૦ ૧૦ કનકદર કહે તેહને, અમર ન માને વાત રે, ભ૦ મિત્ર અછે એ તુમ તણું, જે સમજાવો ભ્રાત રે!. ભ૦ ૧૧ જે માને એ વાતડી, તે મુજ પૂરણ ભાગ રે; ભૂ૦ એહ કાર્ય કરે માહરૂં, તો આભાર અથાગ.૩ ભ૦ ૧૨ કર્મદત્ત કહે શેઠજી, એમાં યે ઉપગાર રે, ભ૦ માનવી માનવનું કરે, તેમાં ન પાડ લગાર રે. ભ. ૧૩ જે તમ ઈચ્છા એહવી, તો જાઉં મિત્ર આગારરે, ભ૦ એમ કહીને ઉઠી, શેઠને કરી જુહાર રે. ભ૦ ૧૪ ત્રીજી ઢાળ પૂરી થઈ, પુણ્યથી સરે સહુ કામ રે; ભ૦ નિયતિહરિ' સૂરિરાજને, રામેંદુ કહે આમ રે. ભ૦ ૧૫
દેહરા કર્મદત્ત ઝટપટ હવે, આ મિત્ર “સકાશ; અમરદત્ત પૂછે તદા, કેમ ભરાણા સાસ? શાંત થઈ કહે મિત્રને, સુણ કારણ ગુણ ગેહ; કનકદત્ત શેઠે સહુ, માની વાત એ તેહ. તમને પોતાની કન્યકા, આપવા ઈચછે ખાસ; હવે મુજ વિનંતિ માનીને, પૂરા મનની આશ.' અમરદત્ત એમ સાંભળી, હસીને ભાંખે એમ; મારે પણ એ કબૂલ છે, ફરી પૂછે તું કેમ? મિત્રનાં વય સાંભળી, આવ્યા શેઠ આગાર; અને એકાંતે બેસીને, કરે વાતો તે વાર.
૧ પુત્ર. ૨ મનહર. ૩ ઘણો. ૪ ઘર. ૫ કર્મસિંહજી સ્વામી. ૬ આચાર્ય. ૭ રામચંદ્રજી. ૮ પાસે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com