Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi
View full book text
________________
૧૫૮
સુધા ઝરણું સમ દેશના, નિસુણીને નર નાથ; ચારિત્ર લેવા ઉમટ્યો, છોડી સઘળો સાથ. રાજપાટ દઈ કુમારને, આણું લઈ પરિવાર; જ્ઞાન ગર્ભ વૈરાગ્યથી, ભૂપ થયા અણગાર. પરસે સહુ પુરજને, ધન્ય ધન્ય વૈરાગ્ય !!!! છતી રૂઢિઓં ત્યાગીને, સંયમી થયા મહાભાગ્ય. નમી સ્તવી રૂષિરાજને, કુમારને પુરના લોકો આવ્યા સહ નિજ નિજ ઘરે, ગુણ ગાતા પુણ્યક. ૪ રાજેરૂષિ ગુરૂ પસંનિધે, મહાયલ કરે વિહાર; શુદ્ધ સંયમ પાળતા, આતમને હિતકાર. સ્વ૬ પ્રવજ્યા પાળીને, કરી સંલેખણ સાર; ૮આરાધન શુદ્ધિ કરી, પહોંચ્યા મોક્ષ મુઝાર.
ઢાળી ૧૫ મી [ ધન ધન સાચે સંપ્રતિ રાજા–એ દેશી. ] લલિતાંગ રાજા હવે સુખ તાજા, ભેગવે પુણ્ય સળજી; દયા પડતું વજડા રાજ્ય, ટાળે વ્યસન અયોગ છે. ધ. ૧ ધન ધન જે નર ધર્મ આરાધે, સાધે આતમ કામ; આ ભવ પર ભવ તે જન સુખિયા, પામે સુખ આરામ છે. ૨ ધર્મના સાધન ધમિ જનને, પૂરા પાડે રાય છે; સાથ આપવા ધર્મિ જનને, તન મન ધન ઉમાય છે. ધ. ૩ ધર્મનાં ધામ ધગસથી બંધાવે, સેવે ગુરૂજન પાય છે. દાન સુપાત્રે આપે ભાવે, ગુણિજનના ગુણ ગાય છે. ધ. ૪
૧ અમૃતને. ૨ ઘેરી. ૩ ઉત્કંઠાવાળો થયો. ૪ પવિત્રનિર્મળ કીર્તિવાળાના ૫ પાસે. ૬ પૃથ્વી ઉપર. ૭ દીક્ષા. ૮ પાપદેષના પશ્ચાત્તાપ પૂર્વક પ્રાયશ્ચિત લઈને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180