Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi
View full book text
________________
૧૫૦ દ્વાર પ્રવેશ કરે યદા, ચંડાળે શું કીધી, અસિ હાથમાં લેઈ કરી, ગાઢ પ્રહારજ દીધ. દુષ્ટ લઈ મૃત્યુ તદા, રૌદ્ર દયાનને વેગે રત્નપ્રભાએ ઉપને, નિજ કર્મના ભેગે. ક્ષેત્ર વેદના નરકની, દશધા અનુભવતા પરમાધામી તેહને, માર મારે તવ રોતે. ચંડાળ તવ આવીને, નૃપને માથું બતાવે; તે દેખી ભૂધવ તિહાં, મન આનંદ પાવે. કુમારે પ્રભાત સમય સદા, મિત્ર મુએ જાણ; ખેદ થયે તેને ઘણે, મુખ બેલે એમ વાણું. આ શું અધમાધમ કામ તે, રાજાએ કીધ? તવ ત્રિયઆવી કંતને, બેલે વચન પ્રસિદ્ધ. સ્વામી ! જે તમે જાત તો, થાતે બહુજ અકાજે; રાજ કાજ મેલા હુવે, હવે હુશીયાર થાજો. કુંવરજી ખેદ કરે ઘણે, મિત્ર મુઓ તે માટે ભર્તા પ્રત્યે તવ સા કહે, હવે ખેદ શા માટે?. પ્રભાત કાળે નૃપે સાંભળ્યું, સજજનના મરણનું; . શિર ધૂણને કહે રાજવી, શીશ છેદાણું ગુણીનું. ૧૦ જામાતા મુજ હૈરી તે, ન મુએ હજી એ તે હવે પ્રગટ પણે સહી, માર મારે તેહ. એમ ધારીને નરપતિ, સેના કીધી તૈયાર સુંગળ ભેરી વાજતી, સાંભળે મંત્રી તે વાર.
૧ તરવાર. ૨ પહેલી નરક. ૩ દસ પ્રકારે. ૪ રાજા. ૫ શ્રી. ૬ પતિ ૭ જમાઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180