________________
૧૨૪
તેથી કહું છું સત્ય, સાંભળો તેહ અગત્ય; આ છે લાલ, કુમર ન માને તુમ ગિરાજી. માળા આપી તમે જેહ, દીધી યાચકને તેહ, આ છે લાલ, તેમજ રાજ્ય ખોઈ બેસશે જી. એહ સુણીને રે રાય, ક્રોધે અતીવ ભરાય આ છે લાલ, પુત્ર કહ્યું માને નહિ જી. શિક્ષા આપવી તાસ, મનમાં આલેચે ખાસ; આ છે લાલ, એમ નિશ્ચય રાયે કીયે છે. પ્રાતે રાજકુમાર, આવે કચેરી મુઝાર; આ છે લાલ, પગે લાગી ઉભે રહ્યો છે. દેખી કુમાર તે વાર, ભૂધવ ધરીને પ્યાર; આ છે લાલ, આદર આપે રાયજી જી. ખોળે બેસાડી જાત, પૂછે તેહને વાત આ છે લાલ, કહે પુત્રજી તમે ! કેમ છે ?. જાત કહે તે વાર, મકર યુગલ' શિર ધાર; આ છે લાલ, તુમ પસાથે આનંદ છે છે. વાત કરી ઘણી આમ, કુમારને કહે તામ; આ છે લાલ, પુત્ર પુંઠે કર ફેરવી છે. માળા આપી હતી કાલ, હમણુ મુજને આલ; આ છે લાલ, બીજી કરાવવી છે ઈહાં જી. નંદન કહે જોડી હાથ, સાંભળે તમે નર નાથ !, આ છે લાલ, માળા છે નહિ મુજ કને જી.
૧ વચન. ૨ વિચારે. ૩ સવારમાં, પ્રભાતે. ૪-૮ પુત્ર. ૫ હાથ. ૬ બે. છ આપ.
૨
)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com