Book Title: Jain Rasmala Part 03
Author(s): Ramchandra Muni
Publisher: Jivanlal Chhaganlal Sanghavi

View full book text
Previous | Next

Page 153
________________ ૧૩૬ ઢાળ ૭ મી [નાને નાહલે -એ દેશી] એહવા વયણ તે સાંભળી રે, દેવોને કહે વાત કે; સુરી! તમે સાંભળો રે. ધર્મ વિના ઈચ્છું નહિ રે, શું માંગું ઈહાં માત! ? કે સુ. ૧ જે માંગ્યું આપે મુને રે, ધર્મ આપે ધરી પ્યાર કે; સુ. એમ કહી કુંવર તદા રે, મૌન ધરી રહ્યો સાર કે. સ. ૨ તે દેખી દેવી તદા રે, મન વિચારે આમ કે; સજજન. એ નિર્લોભી માનવી રે, કાંઈ નહિ મન હામ કે. સ. ૩ તેહવે દેવીયે તિહાં રે, આખાં લેાચનર દોય કે; સ. દિવ્ય કળા જેવી છે, નિર્મળ આંખ હોય છે. સ. ૪ વળી પણ દેવી વીનવે રે, કંઈક આપો આદેશ કે; સ. એમ સુણી કુંવર તદા રે, આણી હર્ષ વિશેષ કે. સુરી. ૫ કહે દેવી પ્રત્યે એહવું રે, જે તુમ ઈચ્છા હોય કે, સુ. તે માંગું હું તમ કને રે, આપો મુજને સેય કે. સુ. ૬ મિથ્યાત્વ મૂકી વેગળું રે, અંગીકરો તમે ધર્મ કે, સુ. સમતિ સહિત એ ધર્મ જે રે, સમજીને તેનું મર્મ કે. સુ. ભાગ લે નહિ કેઈને રે, જાણીને અધર્મ કે, સુ લેગ લેવાથી લાગશે રે, ભૂંડાં જે જગ કર્મ કે. સુ. ૮ તેથી આતમ આપણે રે, જાએ નરક મુઝાર કે, સુ. દુઃખો તિહાં કને ભેગવે રે, મુખથી પાડે પુકાર કે. સુ. ૯ એહ સુણું દેવી તદા રે, વિચારતાં મન માંય કે, શ્રોતા. જાતિ સ્મરણજ ઉપનું રે, તેથી રાજી અતિ થાય છે. શ્રો. ૧૦ ૧ ઇચ્છા. ૨ આખે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180