________________
૧૨૨
પય પ્રણમી ઉભો રહ્યો, મનમાં ધરીને પ્યાર રાય ખેાળે બેસાડીને, પૂછે વાત કુમાર. અહો વછ! તમે કેમ છે ?, સુત કહે આપ પસાય; આનંદથી હું નિગમું, સુખનાં દિન મહારાય!. ૩ રાય કહે મેં સાંભળ્યું, તમે કરે બહુ દાન; સાચી કે ખોટી અછે?, સાંભળી છે મેં કાન. કરજેડી કુંવર કહે, સાચી તુમચી વાત એહ સુણીને રાજવી, જતને કહે અખીયાત.૪ હવે કહું છું તુજ ભણી, સાંભળ મારી વાત સ્વ૯૫૫ દાન હવે આપજે, અહે મારા સુજાત!. ૬ કુંવર કહે હવે વિનયથી, માનીશ વચન રસાળ; સુણી ભૂપ રાજી થઈ, આપે મૌક્તિક માળ.
ઢાળ ૩ જી.
[આ છે લાલની-દેશી ] માળા લઈ તે વાર, આવે કુંવર હાર; આ છે લાલ, માંગણ લોકો તિહાં કને જી. માગે દાન જિવાર, કુંવર વિચારે તે વાર; આ છે લાલ, તાતે મનાઈ મુજને કરી છે. એમ આલોચી કુમાર, નવ દીયે દાન લગાર; આ છે લાલ, તે દેખી યાચક કહે છે. કેમ નવી આપે દાન 1, થયા લોભી અસમાન; આ છે લાલ, એમ કેમ તુમને પરવડે છે?.
૧-૩ પુત્રને. ૨ પસાર કરું છું. ૪ ખુલી રીતે. ૫ છું. ૬ મેતીની માળા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com