________________
૧૨૦
પણુ બેહમાં એક આંતરો રે, છે અતિ માટે એક જૈન ધર્મ અનુરાગીઓ રે, કુંવર તન મન તેહ. ચ. છે. એ કિશુદ્ધિ ચળાબે નવી ચળે છે, જે આવે સુરરાય; સજન મહામિથ્યાત્વી છે રે, ધમે ષ ભરાય ચ. છે. ૬. ભૂધવાર સુત નિત્ય આપતો રે, મિત્રને બેધ અપાર; પણ તેહને નવી રૂચ રે, ઉંટને જેમ સહકાર ચ. છે. ૭ પણ મિથ્યાત્વના જોરથી રે, ધર્મ બંધ ન સહાય જિમ પયપાન અમૃત છતાં રે, અહિ મુખે ઝેરજ થાય ચ. ૮ તિમહિજ સજ્જનને થયે રે, કુંવર બોધ વિપરીત મુખથી મીઠે દીશતો રે, મનમાં નહિ તસ પ્રીત. ચ છે. ૯ કુંવર હમેશાં આપતે રે, દીન જનેને દાન સજજન દેખી નવી શકે રે, તે કહે મિત્રને કાન. ચ. છે. ૧૦ એહવાને શું આપવું રે, સ્યો છે એમાં લાભ? ખાવું પીવું પહેરવું રે, એહજ છે સર્વ ભાભ. ચ. છે. ૧૧
૫ સુત કહે સુણ બંધવા રે!, જગમાં મોટું પુણ્ય; આગે આગળ પામોયે રે, ભવોભવ સૌખ્ય અગણ્ય...૧૨ સજ્જન કહે સુણે રાયજી રે !, જગમાં નહિ પુણ્ય પાપ; સ્વર્ગ નરક પણ છે નહિ રે, તે ક્યાં દાન ને જાપ. ચ. છે. ૧૩ મૂહ લેકેની માનતા રે, છે દુનીયાની માંય; તેહથી કહું છું તુમ પ્રત્યે રે, સાચી છે મુજ વાય. ચ. છો. ૧૪ એમ સુણી નૃપ નંદજી રે, મનશું ચિંતે એમ; ભારે કમી એ જીવડો રે, એને સમજાવું કેમ?. ચ. છે. ૧૫ એમ આલેચી કુંવર કહે છે, છે પુણ્ય અને વળી પાપ, ભેગથી તો રોગજ હવે રે, કરીએ દાન અમાપ. ચ. છે. ૧૬ ૧ ઇન્દ્ર. ૨ રાજા. ૩ આંબો ૪ દૂધ પીવું ૫ સર્પ. ૬ સુખ. ૭ અપારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com