________________
- હવે શંકા તે હારી ટળી, દુનીયા ભલે જખ મારે રે, સાચને આંચ આવે નહિ, સત્ય એ દુ:ખથી તારે રે. વા. ૫ ફરી સ્તુરી એમ કહે, મુજ મન એક અંદેશ રે, વિઘ્નસંતોષી જીવડા, જે કહે ભૂધવ પાસ રે. વા. ૬ દુર્બળ કન્ના રાજવી, શાસ્ત્ર કહ્યા છે તેને રે, ભરમે ભરમાવ્યા ભમે, દીર્ઘર વિચાર ન જેહને ૨. વા. ૭ જે મહીધરને શંકા પડી, સર્વ કૃદ્ધિ લેશે લૂંટી રે, વળી કર પકડી મુજને, બાહિર કાઢશે કૂટી રે. વા. ૮ અસત્ય કાર્ય પર ભૂપને, વર્તે છે અતિ રીશ રે; સમજાવ્ય સમજે નહિ, પાછળથી ૪અવનીશ રે. વા. ૯ માટે તમે ત્યાં જઈ કરી, રાજાજીની પાસ રે, છાની માની વાતડી, સર્વ કહે તસ ખાસ રે. વા. ૧૦ ડાહ્યા હોય જે માણસે, બાંધે પાણી પહેલી પાર રે; રહસ્યકારી જે વાતડી, સમજાવે તસ સાર રે. વા. ૧૧ જે મહીપાળ" એ સમજશે, તે નવી આપશે દુઃખ રે; સર્વ રીતે વળી આપને, થાશે ઈહિ ક્ષેમ સુખ રે. વા. ૧૨ મુનિમજી મનમાં ચિંતવે, કહે જે શેઠાણ વાત રે; જાણ કરવી તે રાયને, જેથી થાય સુખ સાત રે. વા. ૧૩ અહી શેઠાણી તણી ઈહ, દીશે મતિ કેવી રૂડી રે ! વાત કર્યો જાશે નહિ, મ્હારા શેઠની મૂડી રે. વા. ૧૪ એમ નિશ્ચય કરી મુનિમજી, જશે હવે રાજા પાસે રે, એક ચિત્ત શ્રોતા! સાંભળો, અચરિજ શું ઈહાં થાશે રે? વા.૧૫ નિયતિહરિ સૂરિરાયને, રામેંદુ કહે એમ રે; સત્યાવીશમી ઢાળમાં, સહુને થાશે ખેમ રે. વા. ૧૬
૧-૩-૪-૫ રાજા. ૨ લાંબે વિચાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com