________________
વિનય ભરેલાં વયણે સાંભળી, મુનિમાં વિચારે એમોજી, હવે નવ થાએ નકારે મુજથી, અંગીકરૂં સહ પ્રેમેજી. ૪ એમ નિશ્ચય કરી મુનિમ કહે તદા, તુમચી ઈચ્છા જે એમજી તો હવે પિસા આપે મુજને, કરૂં વ્યાપાર હું જેમજી. ૫ એમ સુણી વળતું કહે સા તદા, બાપા! થઈ હું ગમારજી; પતિ પરદેશ સિધાવતાં સાદરે, કહ્યું મુજ અપરંપાર છે. ૬ વિત્ત જેટલું જોઈએ તુજને, તારી પાસે તું રાખજી; પણ ત્રિયની ટુંકી મત કહી સદા, તે અનુસાર મેં દાખજી. ૭ હારે વિત્ત તણું શું કામ છે? સાચવી જાઓ આપજી; ધન સાચવવું મુજ મુશ્કીલ છે, જેમ ખોળે રમાડવો સાપજી. ૮ એહવાં વય માહરાં સાંભળી, વિત્ત પટારે સ્થાપેજી; તાળું વાસી શીલ કરી સદા, ચાવી મુજને આપે છે. ૯ ઘરની ભલામણ આપી ખંતથી, પોતે પરદેશ શિધાવેજી; જાતાં જાતાં વળી કહેતા ગયા, વ્યાપાર અખંડ ચલાવે છે. ૧૦ તે પણ મુજને વિત્તની વાતડી, ચિત્તમાં કિમહિં ન આવીજી; પતિની આજ્ઞા વિણ હવે મુજથી, દેવાય નહિ કદિ ચાવી છે. ૧૧ પણ એક બીજો ઉપાય હું દાખવું, જે કરે તમે એકામ; તો મનવંચ્છિત કારજ સંપજે, પૂગે મનની હામજી. ૧૨ એહજ નયરી માંહે વસે ભલો, મુજ સ્વામીને મિત્તજી પાનાચંદ એહવે અભિધાનથી, જે છે સાચે સંતજી. ૧૩ વિત્તથી પૂરિત આ મંજૂષક છે, રાખે તેને ગેહજી; લક્ષ દીનાર નગદ તે ઉપરે, લઈ આ તમે તેહ. ૧૪ હવે ભવિયણુ! તમે સાંભળો નેહથી, આળસ નિદ્રા ટાળજી; સાતમી ઢાળે રામ મુનિ કહે, આગળ વાત રસાળજી. ૧૫
૧ પૈસા, ૨ ઈચ્છા. ૩ પટારે. ૪ સોનામહેર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com