________________
૩૩
લવિજન ! સુણજો રે, પુણ્યવંતનું ચરિત્ર સુણીને દિલ ધરજો રે, ભવિજન ! સુણજો રે. ૧ કકલ વળતું કહે છે તેહને, અમને આમ પિશાશે રે; એમ જે ઈચ્છા હોય તુમારી, તુમ ચિંતા સર્વ જાશે રે.ભ.૨ પિસા પણ બે મહિને મળશે, જે તુમ ઈચ્છા હોય રે, તો અમે માલ સર્વ સુમારે, વહેંચાતે લઈયે સોય રે. ૩ માલધણીએ પણ મુંજાણ, તેથી કબૂલ્યું સર્વ રે; કકલ બાપે પણ હુશીયારીથી, કામ કર્યું અગર્વ રે. ૪ માલ પ્રપૂરિત શક સંવે, ખરીદી તવ તે લીધાં રે, નગરશેઠ ભણું તવ લાવે, કહે કૃપથી કે અમે કીધારે. ૫ વખાર તુમારી અમને જોશે, માલ ભરવાને કાજે રે; તેથી ખાલી કરી આપે તુમ, જોઈશે આજની આજે રે. ૬ મુનિમનાં વયણે એવાં નિસુણી, શેઠ મન એમ વિચારે રે, સર્વ માલ ભર્યો છે જે વખારે, મેં કર્યું કામ અવિચારે રે. ૭ જે વખાર ન આપે તેહને, તે નૃપને તે ચેતાવે રે; તે રાજા રીશ કરીને મુજને, સીધે બંદીખાને ઠાવે રે. ૮ વળી તેમાં લાજ મારી જાએ, ઉપર દંડ લીએ ભૂકંત રે, તે જીવવું મુજને થાએ મુશ્કીલ, વિચાર કરે છે એકતરે. ૯ જે આપું છું વખાર તેહને, તે માલ કિહાં તે નાખું ? વાઘ નદીને ન્યાય મળે છે. દિન મારૂં દીશે ઝાંખું રે. ૧૦ એમ વિવિધ વિચારે તેણે કીધા, એક વાત નિશ્ચળ કીધી રે, મુનિમને એકાંતે મળીને, કહી એમ વાત જ સીધી રે. ૧૧ તમે સયણ છે ખરા અમારા, અમ લાજ તુમારે હાથે રે; તેથી છાનું કહીએ તમને, વખાર લે માલ સાથે રે. ૧૨
૧ ભરેલા. ૨ રાજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com