________________
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા
(૪) સર્વથા મૈથુન વિરમણવ્રત-મૈથુનક્રીડાનો સર્વથા ત્યાગ, સ્ત્રીને પુરુષના અને પુરુષને સ્ત્રીના સ્પર્શ માત્રનો પણ ત્યાગ તે.
(૫) સર્વથા પરિગ્રહ વિરમણવ્રત - ધન - ધાન્ય સોનું -રૂપું સ્થાવર મિલકત ઇત્યાદિ તમામ પ્રકારના પરિગ્રહનો ત્યાગ, માત્ર સંયમમાં સહાયક બને તેવાં વસ્ત્ર-પાત્ર આહારાદિનું નિર્મમત્વભાવે સેવન તે.
પ્રશ્ન- [૨૦] દેશવિરતિ એટલે શું? તે કોને કહેવાય? તેઓને વ્રત કેટલાં?
ઉત્તર- સંસારનાં ભોગસુખોનો અંશથી ત્યાગ તે, તથા ઉપર કહેલાં હિંસા જૂઠ - ચોરી - મૈથુન - પરિગ્રહનો અંશે અંશે ત્યાગ કરવો તે દેશવિરતિ. આ વિરતિ શ્રાવક - શ્રાવિકાને હોય છે. તેઓને કુલ ૧૨ વ્રતો હોય છે.
પ્રશ્ન- [૨૧] શ્રાવક - શ્રાવિકાનાં ૧૨ વ્રતો કયા કયા ?
ઉત્તર- પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, અને ચાર શિક્ષાવ્રત એમ કુલ ૧૨ વ્રતો કહેવાય છે. આ બારે વ્રતોનું વર્ણન વંદિતા સૂત્રના અર્થમાં કરેલ છે. તથા તત્ત્વાર્થ સૂત્રના સાતમા અધ્યાયમાં કરેલ છે.
પ્રશ્ન- [૨૨] તીર્થકર ભગવન્તો આ સર્વવિરતિ તથા દેશવિરતિ વિના બીજો શું ઉપદેશ આપે છે ?
ઉત્તર-- તીર્થંકર ભગવત્તો “ત્રિપદી નો ઉપદેશ આપે છે. જગતના તમામ પદાર્થો ઉત્પન્ન પણ થાય છે. નાશ પણ પામે છે. તથા અવશ્ય ધ્રુવ પણ રહે છે. માટે સર્વ વસ્તુઓ નિત્યાનિત્ય છે. ભિન્નભિન્ન છે. એમ સ્યાદ્વાદનો ઉપદેશ તીર્થકર ભગવન્તો આપે છે.
પ્રશ્ન-[૨૩] ઉત્પાદ - વ્યય - અને ધ્રુવ આ ત્રણે પદો પરસ્પર વિરોધી છે. તે એકસાથે એક પદાર્થમાં કેમ હોઈ શકે?
- ઉત્તર--કોઈ પણ પદાર્થ પૂર્વ અવસ્થાથી વ્યય પામે છે. ઉત્તરાવસ્થાથી ઉત્પન્ન થાય છે. અને દ્રવ્યપણે અવશ્ય ધ્રુવ જ રહે છે.
પ્રશ્ન--[૨૪] ભગવાને સંસારની અનુપમ એવી આ લીલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org