________________
મુખપૃષ્ઠ સ્તાશ્ચિયની સ્થિય
મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ જૈનશાહમચંદસૂરિનું ચિત્ર છે. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કવિતા અને વ્યાજણ, ઇતિહાસ અને પુરાણ, યોગ અને અધ્યાત્મ, કોશ અને અલંકાર, ત્યાગ અને તપશ્ચર્યા, સંયમ અને સ%ાચાર, રાજકલ્યાણ અને લોકકલ્યાણ એવાં અનેકવિધ ક્ષેત્રોમાં સાત દાયકા જેટલા દીર્ધકાળ સુધી અભૂતપૂર્વ કાર્ય કર્યું. સાધુતા અને સાહિત્યના ક્ષેત્રે છેલ્લાં હજારેક વર્ષમાં એમની સાથે તુલના કરી શકાય તેવી કોઈ બીજી વિભૂતિ નજરે પડતી નથી. - ઈ.સ. ૧૨મી સદીમાં થઈ ગયેલા આચાર્ય હેમચંદ્રતત્કાલીન સોલંકી રાજા સિદ્ધરાજ અને કુમારપાળના ગુરુ સમાન હતા.તેમના ઉત્કટ પ્રભાવથી અહિંસાનો જે પ્રચાર પશ્ચિમ ભારતમાં થયો તેના સુપરિણામ આજદિન સુધી મળી રહ્યા છે. જ્ઞાનના ક્ષેત્રે તેમણે એટલું બધું કામ કર્યુ છેકેતેઓ કલિકાલસર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધ થયા. સંસ્કૃત ભાષાના તેમણે રચેલા અદૂભુત વ્યાકરણ “સિદ્ધહેમશબ્દાનુશાસન”ની હાથીની અંબાડી પર મુકી ધામધૂમપૂર્વક પાટણમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. પ્રસ્તુત ચિત્રમાં ચિત્રકારે આ પ્રસંગને તાદશ કરી બતાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org