Book Title: Jain Hitechhu 1917 10 Author(s): Vadilal Motilal Shah Publisher: Shakrabhai Motilal Shah View full book textPage 7
________________ સંયુક્ત જેન વિવાથી ગૃહ ૩૩૩ પહેલાં કેટલાક વિદ્યાર્થીઓ બીડી પીવાની આદત મેળવી ચૂક્યા હોય છે. વિદ્યાર્થી અવસ્થામાં એ આદત નામશીભરેલી ગણાય છે. તથાપિ હું જુલમથી એ ટેવ છોડાવવા ખુશી નહે. હે એક વખત વિદ્યાર્થીઓને બોલાવી કુટુમ્બી તરીકે શિખામણ આપી, જેને પરિણામે બીડી પીનારા વિદ્યાર્થીઓએ પિતાની આદત જાહેર કરી અને આસ્તે આસ્તે ઓછી કરી છેવટે તે મુદલ છેડી દેવાની કબુલાત આપી. તે વખતે એવું ઠરાવવામાં આવ્યું કે, બીડી પીનારાઓને હું સખ્તાઈ કરવાનું પસંદ કરતા નથી, પરંતુ એમનો ચેપ બીજાઓને ન લાગવા પામે અને તેઓના સૈયારા “ગૃહના ભલા નામને નામેશી ન લાગે એટલા માટે તેવાઓએ બીજા ( બીડી નહિ ? પીનારાઓ)થી જૂદી રૂમમાં રહેવું. હું જાણતો હતો કે બુદ્ધિશાળી વિદ્યાથીઓ આમાં એક પ્રકારનું છૂપું અપમાન માનશે, પોતે બીજાઓની સોબત જોગ નથી એમ હેમને માટે મનાય તે તેઓ, સહન કરી શકશે નહિ અને તેથી એ મુંગા અપમાનના કારણભૂત ટેવને છોડવા વધારે સાચા દિલથી કોશીશ કરશે. અને એમ જ બન્યું. બીડી પીનારાઓની સંખ્યા હવે પહેલા કરતાં જેટલી રહેવા પામી છે અને તેઓ પણ તે ટેવ છોડશે એમ મહને વિશ્વાસ છે. મહારા વિદ્યાથીગૃહમાં બીડી પીનારાઓ છે એમ કબુલ કરવામાં મહને શરમ નથી. ખરી વાત છૂપાવવી એ જ શરમભર્યું છે. બાકી તો કાંઈ આ “ગૃહમાં આવ્યા પછી એ આદત પડી નથી કે જેથી મહારે શરમાવું પડે. - આ પ્રમાણે, હારે, પ્રાચિન “ગૃહ સંસ્થાના અધિષ્ઠાતા દેવ પ્રેમને જેઓ ભૂલી ગયા છે હેમને હું “વિવાથીગૃહ” દ્વારા આસ્તે આસ્ત સુધારવા અને “ગૃહ' સંસ્થાને કાંઈક ખ્યાલ આપવા ઈચ્છું છું. બીજી બોર્ડીંગોવાળા પરીક્ષાના પરિણામો પ્રગટ કરીને બોર્ડીગની ફતેહ બતાવવા માગે છે. હું ધારું છું કે એ પરિણમે સાથે બેડી ગની સફલતા કે નિષ્ફળતાને સંબંધ નથી. બેડીંગ હાઉસમાં કાંઈ અંગ્રેજી, સંસ્કૃત કે સાયન્સનો અભ્યાસ કરાવવામાં આવતો નથી, કે જેથી પરીક્ષાના પરિણામ માટે બોર્ડીંગ અભિમાન લઈ શકે. પરીક્ષાના પરિણામના યશ કે અપયશના ભાગી તે કોલેજના પ્રેકેસરો અને વિદ્યાર્થીઓની બુદ્ધિ તથા મહેનત છે. બોડીંગ તો એક ધર” છે, જ્યહાં વિદ્યાર્થીઓનું ચારિત્ર મુંગી રીતે ઘડાવું જોઈએ.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 74