Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 6
________________ કચર નહિતેચ્છ. વિડીલો પ્રેમથી રસબસ હોય––તાબાના માણસની અંગત જારીઆતા તરડ પોતે જ જોતા હોય–પોતે અગવડ વેઠીને પણ તેમને સગવડ આપતા હય–નાનામાં નાના કુટુમ્બીનું માન જાળવતા અને વધારતા હોય, તો તેનો પડઘો પડયા વગર ન જ રહે. મનુ હદય એ કાંઈ પત્થર નથી, અને પત્યર પણ ઘસાય છે ' એવું રોટ કવિનું કથન જરાકે ખેટું નથી. અંગ્રેજી ભણેલાઓ ઉપર આજે સામાન્ય રીતે જે આક્ષેપ સાંભળવામાં આવે છે તે કાંઇ અંગ્રેજી ભણતર બંધ કરવાથી દૂર થઈ શકનાર નથી, પરંતુ એમને પ્રાચિન “ધર” સંસ્થાનું ભાન કરાવવાથી જ–ઘર’ના અધિષ્ઠાતા દેવ પ્રેમનું પીછાન કરાવવાથી દૂર થઈ શકશે, અને એટલા જ માટે હેં નવી સ્થપાતી સંસ્થાનું નામ બોર્ડીંગ હાઉસ” ન રાખતાં સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહ' એવું રાખવાનું પસંદ કર્યું છે. મહારા એક વિદ્યાર્થી બંધુએ એકવાર “હાઉસમાસ્ટર’ને ફર્યાદ કરી કે આજે રામાએ (નોકરે) પાછુ ગળ્યું નથી. હાઉસમાસ્ટરે રામાને માર્યો. ફર્યાદ મહારી પાસે આવી. હાઉસ માસ્ટરને મહેં કહ્યું: “ હમે કોઈ દિવસ “ધર” જોયું છે ?” તે બિચારો કુંવારો હતો. મહે કહ્યું: “હમારી માતા કે પત્ની એક દિવસ એક કામ કરવું ભૂલી જાય અગર થાકેલી હોવાથી ન કરી શકે તો હમે શું Öને લાકડીથી મારશે?” તે દલીલનું રહસ્ય હમજી શકો નહિ. મહે ધાર્યું કે આ જગાએ પરણેલો જ માણસ રાખવો જોઈએ. હેની સાથે વાદવિવાદ ન કરતાં હેનું કામ બીજા બચરવાર માણસને સોંપવાને ઠરાવ કર્યો. અને ફર્યાદ કરનાર વિદ્યાર્થીને કહ્યું: “ હમારી જનેતા કઈ દિવસ પાણી ગળવું ભૂલી જાય તો હમે અળગણું પાણી પીશો કે હાથે ગળી લેશો?” અલબત, નોકરની ભૂલ જતી કરવી જોઈતી નથી; પણ તાત્કાલિક ઉપાય તરીકે વિદ્યાર્થીએ પાણી ગાળી લેવું જોઈતું હતું અને પછી ફર્યાદ લાવવી જોઈતી હતી. ઉંચી કેળવણી પામેલ વિદ્યાર્થી પોતાના “ ગૃહ”ની શોભા ખાતર પિતાને પીવાનું પાણી પિત નળી લેવા જેટલી ભલાઈ ન હમજી શકે તે આઠ રૂપિયાના પગારને અભણ ઘાટી “કર્તવ્ય” પાળવામાં ચુસ્ત હોવાની આશા કેવી રીતે રાખી શકાય? મહારે તે વાટીને મહારા ઘેર રાખીને દવા કરવી પડી અને માયાવડે હેને શિક્ષણ આપી. દશ દવસ પછી “વિદ્યાર્થીગૃહમાં મોકલ્યો. (૨) “ગૃહમાં દાખલ થવા

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 74