Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 51
________________ ત્રણ જાણવા જોગ અભિપ્રા. , જેઓને નહોતી જણાઇ તેઓને આજે દશા શ્રીમાળી જૈન તેમજ વેણુવ વિદ્યાર્થીઓને માટે સગવડ થયા પછી જુદી બોડીંગની ખટપટ સૂઝતી હોય તો તેને અર્થ શું હોઈ શકે? મી. વાડીલાલની : મુંબઈની બોડીંગમાં ૪૦ પૈકી ૨૦ વિધાથ દશા શ્રીમાળી છે, અને અમદાવાદમાં હોય તે જુદા, તે પછી દશા શ્રીમાળી કે બીજી કોઈ જ્ઞાતિ ઉપજ્ઞાતિના નામથી જુદી બેડીંગ કાઢવાના બહાના તળે જેમાંથી મોટી રકમ ઉઘરાવવી અને સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહ માટે સ્કોલરશીપ મેળવવાની શરૂઆત વખતે જ વિંધ્ર નાંખવું એ શું દેખીતી રીતે ઇર્ષ્યાનું કામ નથી ? મી. વાડીલાલે કાંઈ નામ માટે કામ કર્યું નથી, તેમનું નામ આટલી મોટી રકમ કાઢવા છતાં સંસ્થાના નામ સાથે તેમણે જોયું નથી, તેમજ માત્ર ચાલીસ રૂપીઆની સ્કોલરશીપ આપનાર ગૃહસ્થની ઓઇલ પેઇન્ટીંગ મા. વાડીલાલ બોડીંગમાં પોતાના ખર્ચે મુકે છે તે પણ પિતાની છબ તે મુકી જ નથી. આવા નિખાલસ દીલના જાતિ સેવક માટે મગરૂર થવાને બદલે તેની ઈર્ષ્યા કરીને તેનાથી થતા- જાહેર કામને નુકસાન પહોંચાડવું એ તે ખરેખર કુળતાજ કહેવાશે. દશાશ્રીમાળી એ એક ઉજ્ઞાતિ છે અને કેળવણી જેવા કામમાં ઉપજ્ઞાતિઓના ભેદ આગળ કરવા તે સંકુચિતપણું છે, દેશને પણ નુકસાન કરનારું છે. દશા શ્રીમાળી કામમાં મોટી સંખ્યા સ્થાનકવાશી દેશવાસી જેનેની છે અને થોડી સંખ્યા વૈષ્ણવોની છે. જે : હાલમાં “દશા શ્રીમાળી બોડીંગ” સ્થાપવા ફરે છે તેઓ પિતે સ્થાનકવાસી જૈન છે અને તેઓએ મોટી મોટી રકમૅનાં વચને જેલ પાસેથી મેળવ્યાં છે તેઓ પણ જૈન છે. મતલબ કે જે જેને તરફથી સંયુક્ત જૈન વિદ્યાર્થીગૃહને સારી મદદ મળવાની આશા રાખી શકાય તેઓને આ પ્રમાણે દશા શ્રીમાળી બેડીંગમાં વાળી લેવાથી : હવે કાંઈ તેઓ બે વખત મોટી મદદ કરી શકે નહિ અને તેથી સંયુક્ત જેન વિધાર્થીગૃહ મદદ વગર રહી જાય એ દેખીતું છે. સારી મદદ કરવામાં મોટે ભાગે મુંબઈની જ આશા રખાય છે અને ત્યાં પણ મદદ કરી શકે તેવા ગૃહસ્થો તો ગણ્યા ગાંઠયાજ છે, તેમને બાંધી લેવામાં આવે તો સયુકત જૈન વિદ્યાથી ગ્રહને મદદની આશા ઓછીજ રહે એ દેખીતું છે. સવાલ એ છે કે, જ્યારે દશા શ્રીમાળી જૈન વિકાસ મુંબઇને પાંચે જેને

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74