Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 49
________________ ત્રણ જાણવા જોગ અભિપ્રા. ' ૩૭૭ શ્રી સ્થાનકવાસી કોન્ફરન્સ ઓફિસ તરફથી પ્રગટ થતા રન્સ પ્રકાશમાં નીચેનું “એડીટોરીયલ જોવામાં આવે છે - " સંયુક્ત જૈન વિદ્યાર્થી ગૃહના શુભેચ્છકે ! આજે આ જૈન સમાજ મી. વાડીલાલ મોતીલાલ શાહે જે હિમત અને જે આત્મભોગથી ત્રણે ફીરકાના જેનો તેમજ અજેને માટે એકી સાથે મુંબઈ અને અમદાવાદ જેવાં બે શહેરમાં વિઘાથો. ગૃહો (બોર્ડીંગ હાઉસ ) ખોલ્યાં છે તેહિમત અને તે આત્મભોગને માટે મુક્તકઠે પ્રશંસા કરવા લાગ્યો છે. મી. વાડીલાલ જન્મથી સ્થાનકવાશી હોવાથી એમની પ્રશંસામાં સ્થાનકવાશી કોમ પોતાને હિસ્સો માની મગરૂર થાય એ ઉચીત જ છે. પરંતુ સ્થાનકવાશી કોમને એથીએ વધારે સંખેષ અને મગરૂરી લેવાનું કારણ તે એ છે કે, જેનના ત્રણે ફીરકા વચ્ચે ઐક્યને ઉપદેશ તેમજ ઐક્યનું વ્યવહારૂ કાર્ય (અને તે પણ પોતાના સર્વસ્વના ભેગે) કરનાર વ્યક્તિ એક સ્થાનકવાસી જૈન હોવા છતાં વેતામ્બર મૂર્તિપૂજક અને દિગબર જૈન સમાજના બુદ્ધિશાળી મહાશયોએ તેમના કામની પુરતી કદર કરી છે. ત્રણે સમાજનું દીલ સંપાદન કરવામાં મી. વાડીલાલ જેટલી ફતેહ આજ સુધી બીજા કોઈને મળી હોય એમ અમારા જાણવામાં આવ્યું નથી. દિગમ્બર જૈન કોમના એક વિદ્વાન નેતા બાબુ અજીતપ્રસાદજી B. A. L, L. B. પિતાના ઇંગ્લિશ “જૈન ગેજેટ” પત્રમાં મી. વાડીલાલને “the greatest and most devout of all living Jain votaries of Lord Mahavir " એટલે મહાવીર પ્રભુના હયાત ભક્તોમાં સૌથી વધારે મહાન અને સૌથી વધારે સાચા દીલના ભક્ત તરીકે ઓળખાવે છે અને લખે છે કે “મી. વાડીલાલના સંયુક્ત જૈન વિદ્યાથીની સ્થાપના જૈન કામની પ્રગતિના એક નેંધવા જોગ નીસાન તરીકે યાદ રહેશે. મી. વાડીલાલનું નામ ભવિષ્યની જેન પ્રજાને આજના જેમાં સૌથી મહાન અને સૌથી વધારે સાચા દીલના વીરભક્ત તથા સરસ્વતી દેવીના સાચા સેવક તરીકે મળશે. એક દિગમ્બર વિદ્વાન પત્રકારના આ શબ્દો માટે હરકોઈ સ્થાનકવાસી જૈન વાજબી મગરૂરી લઈ શકે. બીજા એક દિગમ્બર જૈન ગ્રેજ્યુએટ મહાશયે પિતાના માસિક પત્ર જાતિ પ્રબોધક માં મી. વાડીલાલને માટે દાનવીર જેન કાર

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74