________________
સ
જનહિતષ્ણુ.
r .
વિદ્યાર્થીગૃહ 'ના બન્ને ધાર્મિક શિક્ષકા રા. રા. મણિલાલ નથુભાઇ દેશી ખી. એ. તથા રા. જુગલકિશાર મુખત્યાર (દેવળ) મૂર્તિ પૂજક જૈન હાવા છતાં ધર્મના સામાન્ય ઉદ્દેશ તથા ધાર્મિક સંસ્કાર આપવાની જ દરકાર કરનારા, માત્ર ફીલસુફ્રીજ રાખવનારા અને ઉદાર વિચારના છે. અમેા બન્નેના સહવાસમાં આવેલા છીએ. અને બન્નેના ધાર્મિક ઉપદેશ પણ અમેએ સાંભળેલા છે, તે ઉપરી કહેવાની હિંમત ધરી શકીએ છીએ કે કાઇ પંથને અપમાન પહોંચાડયા વગર તમામ પથના વિધાર્થીઓને ધર્મનું સ્વરૂપ શીખવવામાં, અને ધાર્મિક સસ્કાર બેસાડવામાં તે ખરેખર નિપુણ છે. વૈષ્ણવા પણ તેમની પાસે ધાર્મિક શિક્ષણ પ્રેમપૂર્વક લે છે.
“આવી સંસ્થાને સ્કોલરશીપના રૂપમાં મદદ આપવી એ દરેક જૈનનુ કર્ત્તવ્ય છે. પ્રત્યેક કેળવાયલા અને જૈન સંધના ઐક્ય તથા પ્રગતિની દરકાર કરનારા જૈન ગૃહસ્થે તેમજ પવિત્ર મુનિ મહાત્માએ આવી સંસ્થાની આબાદી માટે ઉપદેશ દેવા એ ખરેખરી ધર્મસેવા અને સમાજસેવાનું કામ છે. આ અભિપ્રાય અમારા એકલાના જ છે એમ નથી, પરન્તુ આ સંસ્થાને જોઇને સાષ પામેલા સખ્યાબંધ ના એમ જ કહે છે. લખનૌના સરકારી વકીલ અને અંગ્રેજી ‘જૈનગેઝીટ’ પત્રના એડિટર ખાબુ અજીતપ્રસાદજી . A. L L. B. જેઓ દિગમ્બર્ જૈન છે તેમ તેા પેાતાના પત્રમાં જૈનના ત્રણે ફીરકાની કુલ સંસ્થાઓ કરતાં આ સંસ્થાને પ્રથમ મદદ આપવાની જૈન ભાઇએને ભલામણ કરે છે અને મી. વાડીલાલને જૈન કામના સારામાં સારા આત્મત્યાગી અને બુદ્ધિશાળી સમાજસેવકનું પદ આપે છે. દિગમ્બર સંપ્રદાયનાં કેટલાંક હિંદી પેપરા તા એથી પણ આગળ વધીને એમના માટે ઉંચામાં ઉંચા માનના શબ્દ લખવા લાગ્યા છે. શ્વેતામ્બર મુનિઓએ પેાતે સુબઇના ગૃહ ' ના મેળાવડા વચ્ચે હાજર થઇને આ સંસ્થા માટે તથા મી. વાડીલાલ માટે પોતે મગરૂર છે એમ કહ્યું હતું. ઇર્ષાં માત્ર સ્થાનકવાશીઓને છે, અને તે પશુ અંગત કારણેાથી. હિન્દુસ્તાનમાં ગુણાનુરાગ અને સંપ હાત તા આપણી આ અવદશા હૉત જ નહિ. હજી પણ ચેતીને આપણે સારા અને ખાટાના વિવેક કરતાં શિખીશું અને શરમ કે લાગવગમ ન ખેંચાઇ જતાં સમાજને ખરેખર ફાયદા જે માસ, જે કાર્ય કે જે સંસ્થા અને જે વિચારાથી થતા જાય તે તર પ્રેમ રાખી તેને ઉત્તેજન આપવામાં સાચા જીગરથી લાગ્યા રહીશું તેા જૈન સમાજ અને ભારતવર્ષ ઘણા જલદી સુખી અને ઉન્નત થઇ શકશે.’
<
>