Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 47
________________ ૩૭૪ જૈનહિતેચ્છુ. છે કે, તેઓની હેના પ્રત્યેની અંગત મમતા તેઓને ભલી મતિ પ્રેરશે. અને તેઓ હમણું તે ભેજન લઇને કોલેજમાં જશે; સાંજના આઠ વાગે તે તેઓની ખીદમતમાં હાજર થઇ ઇનસાફ આપવા કોશીશ કરશે.” અવિા માયાળુ શબ્દો ભાગ્યે જ કોઈ ઉપરી વાપરતો સંભળાય હશે. રાત્રે આઠ વાગે “વિદ્યાર્થીઓને બંધુ વિદ્યાર્થીગૃહમાં ગયે, એક કલાક સુધી વિદ્યાર્થીઓને અસરકારક શબ્દોમાં કુટુમ્બ સંસ્થાને ખ્યાલ આપી ઉપદેશ કર્યો અને સર્વત્ર શાતિ ફેલાઈ. આ કામ કરવાની રીત, વિદ્યાર્થીઓ પ્રત્યેને આ પ્રેમ, ઉપદેશની આ શૈલી ઇત્યાદિ જોઈ અને ત્યાં હાજર હોવાથી) અજાયબી ઉપજી. બીજી સવારે વિદ્યાર્થીઓ ક્ષમા માંગવા ઘેર આવ્યા. નિઃશંસય રીતે અમો કહી શકીએ છીએ કે વિદ્યાર્થી વર્ગ ઉપર પ્રેમપૂર્વક સારા સંસ્કાર નાખવામાં મી. વાડીલાલ ઘણું કુશળ છે અને ભવિષ્ય માટે ઉંચા ચારિત્રવાળા જૈન આગેવાને ઉત્પન્ન કરવાની તેમની ઈચ્છા ફળીભૂત થવી અશક્ય નથી, સવાલ માત્ર સહાયન છે; અને સહાય પણ ચાલુ ખર્ચ કે મકાન સંબંધી ફંડના રૂપમાં સ્વીકારવા મી. વાડીલાલ ચકખી ના કહે છે. અમદાવાદ ખાતેના મકાનમાં તેમણે પદરથી રૂ.૪૨૦૦૦ ખર્યા છે. બન્ને બોડિં. ગોને લગતું ખુરશી, ટેબલો, ખાટલા, ગાદલાં, ઓઈલ પેઈન્ટીંગે, પુસ્તકો વગેરે પાછળ સુમારે ૧૦,૦૦૦ ખર્યા છે. અને ભોજનના પદાર્થો તથા કોલેજ ફી સિવાયનું તમામ ખર્ચ વર્ષે રૂ. ૫૦૦૦ સુધીનું પિતે આપવા બંધાયેલા છે. એ ઉપરાંત ર્કોલરશીપમાં પણ રૂ. ૫૦૦૦ આપ્યા છે. સંસ્થાને જે મદદ જોઈએ છે તે માત્ર વધુ સ્કોલરશીપના રૂપમાં જ (અને તે પણ આઠ વર્ષ સુધી) દર વરસે અમુક રકમ આપ્યા કરવી એ રીતે જ સ્વીકારવામાં આવે છે. મહીને ૧૦, ૨૦ કે ૫૦ જેવી રકમ ૮ વર્ષ સુધી આપીને પિતાની કામના કે પિતાના ધર્મના વિદ્યાર્થીને આ વિદ્યાથી ગુહમાં રહીને ભણવાની સગવડ કરી આપવી, એ કોઇને ભારે પડે તેમ નથી. “ગૃહ” જૈનના ત્રણે ફીરકાના વિદ્યાથીઓને એક સરખા પ્રેમથી સ્વીકારે છે એટલું જ નહિ પણ વૈષ્ણવ ધર્મના વિદ્યાથીને કોઈ ગૃહસ્થ પિતા તરફથી સ્કોલરશીપ આપીને “ગૃહમાં મોકલવા ઇચ્છે તો તેને પણ રાખવામાં આવે છે. “આટલું છતાં સ્થાનકવાસી ધર્મ પાળતા અમુક દશા શ્રીમાળી ગૃહસ્થોએ મી. વાડીલાલના કામમાં મદદ મળતી અટકાવવા ખાતર

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74