________________
જૈનહિતેચ્છુ.
તથા મુસાફરી કરવાનું કામ કરવાનું–આ બધું એકલા હાથે અને સુકીભર હાડકાંવાળા બીમાર શરીરથી કસ્વાનું તેમનાથી જ બની શકેદોઢ માસમાં અને સ્થળે “ગૃહ” નું કામ શરૂ કરી, મુંબઈના “ગહ” ની વાસ્તક્રિયા માટે એક ભવ્ય મેળાવડો કરવાની અને તેમાં એક સુશિક્ષિત પરન્તુ અજૈન મહારાજાને ખેંચી લાવવાની ખટપટ પણ તેમનાથી જ થઈ શકે. ત્યાર પછી પણ થોડા દિવસ મુંબઈના
ગૃહ” માં અને થોડા દિવસ અમદાવાદના “ગૃહ'માં દોડવાનું, લાગવગ કે હિમત આપનાર એક પણ ગૃહસ્થની ઓથ વગર અને
સ્વમાન જાળવીને જાતે જ સ્કોલરશીપ મેળવવા માટે ભટકવાનું, વચ્ચે વચ્ચે ઉંડા તત્ત્વજ્ઞાનથી ભરપૂર સ્વતંત્ર વિચારોથી ભરપૂર,
હિતેચ્છુ ” પત્રને દળદાર અંક તૈયાર કરવાનું, સંખ્યાબંધ સ્થળે , સાથે પત્રવ્યવહાર ચલાવવાનું, બને સંસ્થાઓની નાનામાં નાની બાબત પર પણ જાતે ધ્યાન આપવાનું, એમના પર ઇર્ષા ધરાવતા સ્વધર્મીઓએ એમના આ નવા સાહસથી ઉશ્કેરાઈને ઉભાં કરેલાં અનેક પ્રકારનાં નવાં સંકટો સામે ટક્કર ઝીલવાનું-ઇત્યાદિ ઇત્યાદિ અમારી નજર સામે જ થતું જોઈ અમે એક પ્રકારનો હર્ષ પામીએ છીએ કે કર્મવેગની છાપ ભવિષ્યના જૈન નેતાઓ ઉપર જરૂર પડશે, પરંતુ તે સાથે કેટલીકવાર અમને એમ પણ ખેદ થઈ આવે છે કે, શરીર અને મગજને હદથી વધારે ખેંચવાને પરિણામે આ ઉપયોગી યુવાન પિતાના પંડવડે જેના કામની વધારે લાંબો વખત સેવા બજાવવા હયાત રહેશે કે કેમ? જે મહાભારત કામ તેણે હાથ ધર્યું છે તે એક વ્યક્તિથી ભાગ્યેજ ઉઠાવી શકાય તેવું છે; પણ એમની સાથે ખર્ચમાં કે મહેનતમાં ભાગ પડાવનાર આજે કોણ છે? સેવા–સેવાની વાત કરનારા, ત્રણે ફીરકા વચ્ચે એકની જરૂર સંબંધી લેખો લખનારા, કેળવાયેલાઓ નાસ્તિક ઈ જાય છે માટે એમને ધર્મની કેળવણી જરૂર આપવી જોઈએ એવું કહેનારા,એ બધા પૈકી ક શ્રીમંત શેઠ, કે કેળવાય યુવાન કે યા ઉદારચરિત મુનિવર મી. વાડીલાલના મિશનને માટે મદદમાં નીકળી પડયા છે? કોઈજ નહિ. ના મળે કોઈ એ સંસ્થાની ખાતર સ્કોલરશીપ મેળવવા માટે પિતાના શ્રીમંત પછાનવાળાઓને મળવા અને સમજાવવાને તૈયાર હોય એવા વગવાળા મિત્રે,કે ના મળે કે સંસ્થાની વ્યવસ્થા પિતાને શિર લઈ એમને આર્થિક સહાય માટે બમણું