Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 24
________________ 1, નહિતે. 9 આપવા જેટલી પણ પ્રમાણિકતા ન બતાવે એ હું મારી શકો. નથી. મને કેટલાક “લન” લેનારા વિદ્યાર્થીઓનાં હદયની પ્રતા જેવાની તક મળી છે અને મને કેટલાક વિદ્યાર્થીઓ માટે તો કંચું માન–અભિમાન-છે. ' હારે, વિદ્યાર્થીગૃહ” ને બહારની મદદની જરૂર છે તે માત્ર બીજા પ્રકારના ખર્ચની, એટલે કે વિદ્યાર્થીઓ પૈકી જેઓને ભોજનખર્ચ અને કોલેજ ફી નિમિત્ત થતા ખર્ચમાં ખુટતી રકમ લોન” તરીકે આપવી પડે તે જ માત્ર. એવી જાતની “લેન” માટે બહારથી મહીને રૂ. ૧૦૦૦ ની સ્કોલરશીપનાં ૮ વર્ષનાં વચનોની જરૂર છે અને આ આંક નક્કી કરતી વખતે મહે દરેક જાતના સંભ ધ્યાનમાં લીધા છે.) આઠ વર્ષ પછી આજના વચન આપનાર ગૃહસ્થી બંધાયેલા નથી, પણ તે વખતે “વિ ાથ. ગૃહ” ને કોઈ વાતની ભૂખ નહિ હોય એમ આશા રાખવાને મ્હારી પાસે કારણે છે. આઠ વર્ષ સુધી, દર મહીને રૂ. ૧૦૦૦ “સ્કોલરશીપ ફંડ” માટે જોઈએ, એમ હું કહી ગયો. ધ્યાનમાં રહે કે હાલ બન્ને સ્થળે થઇને ૮૦ વિદ્યાથી રાખવામાં આવે છે અને સાધનના પ્રમાણમાં વિદ્યાર્થીની સંખ્યા વધારવાનો ઈરાદો છે. એ પણ ધ્યાનમાં રહે છે, મુંબઈ ખાતે ખર્ચ સ્વાભાવિક રીતે જ વધારે આવે, પરન્તુ જે લાઈનના વિદ્યાર્થીને મુંબઈ સિવાય ચાલે જ નહિ હેને જ મુંબઈમાં રાખવામાં આવે છે, અને બીજાઓ માટે અમદાવાદ ખાતેની શાખા ખુલ્લી છે. વાજબી કરકસર ખાતર જ બે સ્થળે “ગૃહો ” રાખવાનું ઉચીત ધાર્યું છે, નહિ કે નામના ખાતર. અમદાવાદ ખાતે મકાન કરાવવું પડયું તે મહારા સિદ્ધાંત વિરૂદ્ધ અને મેંધવારીના ડબલ ખર્ચે કરવું પડવાથી મને ખટકતી વાત છે. પરંતુ હાલમાં ત્યહાં ચાલતી સપ્ત મરકી અને મ્યુનીસીપાલીટીનાં અધેર જનારને ખાત્રી થશે કે તે શહેરમાં વિદ્યાર્થીગૃહ માટે અલાયદા મકાન સિવાય ચલાવી શકાય તેમ હતું જ નહિ. વળી મકાન પારકે પૈસે-ફંડ કરીને કરાવ્યું નથી, કે જેથી મ્હારી તે ભૂલ કે ઉતાવળ થઈ હોય તો પણ પબ્લીકને ખચે તે ભૂલ થઈ કહેવાય. મુંબઇમાં વિદ્યાથી ગ્રહ માટે મકાન કરાવવાની કાંઈ

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74