Book Title: Jain Hitechhu 1917 10
Author(s): Vadilal Motilal Shah
Publisher: Shakrabhai Motilal Shah

View full book text
Previous | Next

Page 38
________________ નહિતે. - પોતાનાં કર્તવ્ય સમજાવ્યાં હતાં. તેમણે ઉમેર્યું કે મી. વાડીલાલ પ્રશંસાની દરકાર કરનારામાંના એક નથી, તેઓ કામને માનનાસ છે. તો કેવું કામ કરે છે, લોકમત કેળવવામાં કેટલે દર જજે ફતેહમંદ થાઓ છો એ જોવા સાથે જ તેમને કામ છે. મારી પિતાની બાબતમાં પુછતા હે તો હું પ્રમુખ તરીકે નહીં પણ એક અદના સ્વયંસેવક તરીકે સેવા બજાવવામાં અભિમાન લઉં. મારા બંધુઓ! મી. વાડીલાલની સ્થિતિ વચ્ચે તમે જે તફાવત જુએ છે તે તેમની ખરા દીલની સેવા વૃત્તિનું જ પ્રત્યક્ષ ફળ છે. અને તમે પણ માન કે બદલાની આશા વગર જાહેર હિત તરફ નજર રાખીને સેવા બજાવશો તે તમને પણ કુદરતી રીતે ફળ મળશેજ. આપણે ખટપટ અને ખોટી અફવાઓ ફેલાવવાથી દુર રહી પ્રમાણિક કાર્ય બજાવવાનું છે. હું નથી ધારતો કે મી. વાડીલાલ જેટલી કાળજીથી અને પ્રેમથી ખાતું સંભાળવાને બીજો કોઈ જન નીકળી આવે. પોતાનાં વેપાર કે નોકરી છોડી બોર્ડીંગની વ્યવસ્થા કરવાની દરકાર કોણું કરવાનું હતું? આ ખરા મુદાઓ જેઓ સાંભળવાની દરકાર કરે તેમને આપણે સમજાવવા જોઈએ કે જેથી લોકોનાં નાણુને વધારેમાં વધારે સારા ઉપયોગ થવા પામે, સંપ વધે અને વિદ્યાર્થી વર્ગમાંથી મીટ વાડીલાલ જેવા ઘણુઓ થવા પામે. ” ત્યારબાદ વોલંકીઅરને કામની વહેંચણી કરી આપ્યા પછી સભા રાત્રીના ૧૧ વાગે વિસર્જન થઈ હતી. છેવટના બે બેલ. આ વિષય બંધ કરતાં નીચે મુજબ વિનતિઓ કરવાની રજા લઉં છું – (૧) જે જે ગૃહસ્થોએ ઑલરશીપ નેંધાવી છે તેમણે તાકીદે બાર માસની રકમ મોકલી આપવા કૃપા કરવી. (૨) જેમણે હજી સુધી માસિક સકોલરશીપ ખાતે કે જૈનહિતેચ્છુ સ્કોલરશીપ ફુડ ખાતે કાંઈ આપ્યું નથી અગર શક્તિના પ્રમાણમાં બહુજ ઓછું આપ્યું છે તેઓએ કૃપા કરી શક્તિ અને ઇચ્છા મુજબ રકમ આ અંકમા બીડલા પોષ્ટ કાર્ડમાં લખીને કાઈ રવાના કરવું. (૩) જેનહિતેચ્છુ”નું ૧૮૧૬ તથા ૧૯૧૭ નું લવાજમ

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74